ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમા કોરોનાનાં નવા 1540 કેસ, 1283 ડિસ્ચાર્જ, 14 મોત, કુલ કેસ 201949 - રાજકોટ કોરોના

રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 2 લાખને પાર થઈ ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 1540 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજદિન સુધી કુલ 2,01,949 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં 14 દર્દીના મોત થયા છે અને 1283 દર્દીને રજા આપવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના દર્દીઓનો આંકડો 300ને પાર પહોંચી ગયો છે.

ગુજરાત કોરોના અપડેટgujrat-corona-update
ગુજરાત કોરોના અપડેટ

By

Published : Nov 25, 2020, 8:14 PM IST

  • રાજ્યમાં કોરોનાના નવા 1,540 કેસ નોંધાયા
  • સારવાર લઈ રહેલા વધુ 14 દર્દીઓના મોત
  • કોરોનાના કુલ કેસની સંખ્યા 2,01,949 થઈ

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 326, સુરત કોર્પોરેશનમાં 221, વડોદરા કોર્પોરેશનમાં 128, રાજકોટ કોર્પોરેશનમાં 69, સુરતમાં 56, બનાસકાંઠામાં 57, પાટણમાં 49, રાજકોટમાં 58, મહેસાણામાં 45, વડોદરામાં 41, ગાંધીનગર કોર્પોરેશનમાં 42, ગાંધીનગરમાં 39, ખેડામાં 30, જામનગર કોર્પોરેશનમાં 29, પંચમહાલમાં 27, અમરેલીમાં 26, ભરૂચમાં 26, મોરબીમાં 24, અમદાવાદમાં 23, સાબરકાંઠામાં 21, આણંદમાં 20, સુરેન્દ્રનગરમાં 20, કચ્છમાં 19, મહીસાગરમાં 18, ભાવનગર કોર્પોરેશનમાં 16, દાહોદમાં 16, જામનગરમાં 15, જુનાગઢ કોર્પોરેશનમાં 12, ગીર સોમનાથમાં 9, બોટાદમાં 8, જૂનાગઢમાં 8, નવસારીમાં 7, અરવલ્લીમાં 6, દેવભૂમિ દ્વારકામાં 6, છોટાઉદેપુરમાં 5, નર્મદામાં 4, પોરબંદરમાં 4, તાપીમાં 4, ભાવનગરમાં 3 અને વલસાડમાં 3 કેસ સામે આવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ

કોરોનાથી અત્યાર સુધી કુલ 3906 લોકોના મોત

જ્યારે રાજ્યમાં 96 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3906 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધું 48,005 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 326 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 23 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 349 નવા કેસ નોંધાયા છે.

ગુજરાત કોરોના અપડેટ

હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે

અમદાવાદમાં આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 326 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 23 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 349 સામે આવ્યા છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details