ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujrat Corona Update : છેલ્લા 24 કલાકમાં 3,085 પોઝિટિવ કેસ નોંધાયા, 10,007 ડિસ્ચાર્જ અને 36ના મોત - 26 મે ગુજરાત કોરોના અપડેટ

Gujrat Corona Update - રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટડો અને રિકવરી રેટમાં વધરો થતા કોરોના સંક્રમણ કાબૂમાં આવ્યું છે. આરોગ્ય વિભાગની યાદીમાં આંકડાઓ મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,085 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 10,007 દર્દીઓએ કોરોનાનો માત આપી છે. આ સાથે 36 કોરોના દર્દીઓના મોત થયા છે.

Gujrat Corona Update
Gujrat Corona Update

By

Published : May 26, 2021, 10:36 PM IST

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,085 પોઝિટિવ કેસ નોંધાયા
  • 10,007 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 36 દર્દીના મોત

ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહિનાના હવે સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 3,085 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે 10,007 દર્દીઓએ કોરોનામુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે 36 દર્દીનું કોરોના સંક્રમણને કારણે મોત થયું છે.

26 મે ગુજરાત કોરોના અપડેટ ( Gujrat Corona Update )

  • આજના કેસ - 3,085
  • આજના મોત - 10,007
  • આજના ડિસ્ચાર્જ - 36

આ પણ વાંચો -આનંદો... ગુજરાતમાં કોરોના પોઝિટિવ રેટ ઘટતો જઈ રહ્યો છે, બીજા રાજ્યો કરતાં રીકવરી રેટમાં પાછળ

અમદાવાદમાં કોરોના કેસમાં નોંધાયો ઘટાડો

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 362 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 3,637 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે વડોદરામાં 362, સુરતમાં 227 અને રાજકોટમાં 120 કેસ નોંધાયા છે.

આજે 2,19,913 વ્યક્તિનું રસીકરણ થયું

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં બુધવારના રોજ 2,19,913 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1,60,50,096 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે બુધવારના રોજ 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને 10 જિલ્લાના 1,12,381 લોકોને કોરોના રસી આપવામાં આવી છે.

Gujrat Corona Update

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે, તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 55,548 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 594 વેન્ટિલેટર પર અને 54,954 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુઆંક 9,701 છે. અત્યાર સુધીમાં કુલ 7,32,748 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 91.82 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો -

Gujrat Corona Update 25 મે :24 ક્લાકમાં નવા 2.08 લાખ કેસ, 4,157 મોત, જાણો રાજ્યની સ્થિતિ

બ્લેક અને વ્હાઈટ ફંગસની સારવાર શક્ય છે : નિષ્ણાતો

જો સોશિયલ મીડિયા પર વેક્સિનેશન સર્ટિફિકેટ અપલોડ કર્યું તો…

Who is Responsible Campaign - કોરોના વેક્સિન માટે અન્ય દેશ પર આધાર કેમ રાખવો પડે છે? : પ્રિયંકા ગાંધી

કોરોના અને વેક્સિનેશનને લઇને કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહાર

ABOUT THE AUTHOR

...view details