- રાજ્ય સરકારે વિધાનસભામાં દેવું જાહેર કર્યું
- પ્રશ્નોતરીમાં જાહેર કરવામાં આવ્યું જાહેર દેવું
- સરકાર ને માથે 2,67,650 કરોડ નું જાહેર દેવું
- વર્ષ 2020 માટે 13,631 કરોડ GST પેટે લેવાના બાકી
ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં આજે મંગળવારના દિવસે નાણા, માર્ગ-મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી અને શિક્ષણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્ય સરકાર માથે જાહેર દેવું કેટલું છે, તેવો સવાલ અમદાવાદના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં સરકાર દ્વારા લેખિતમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2019માં ગુજરાત રાજ્ય પર કુલ 2,67,650 કરોડનું દેવું છે.
આ પણ વાંચો -રાજ્યના ખેડૂતો પાસેથી 16 માર્ચથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી શરૂ કરાશે
દેવામાં થયો ચોખ્ખો વધારો
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે જાહેર દેવા બાબતે જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2018- 19 અને 2019- 20માં દેવામાં ચોખ્ખો વધારો થયો છે, જે નાણાંકીય વર્ષ 2018-19માં 27,714 કરોડ અને વર્ષ 2019-20માં 27,346 કરોડનો ચોખ્ખો વધારો થયો છે.
આ પણ વાંચો -વિધાનસભામાં CM રૂપાણી શાયરના અંદાજમાં, ગુજરાતમાં VR, CR અને NRની ત્રિપુટી