ગુજરાતની એકમાત્ર તમિલ સ્કૂલ ઇતિહાસ બનશે, સ્કૂલ બંધ ન થાય તે માટે વિદ્યાર્થીઓએ શિક્ષણપ્રધાનને રજૂઆત કરી - ગાંધીનગર
ગુજરાત રાજ્યમાં એકમાત્ર અમદાવાદમાં જ કાર્યરત તમિલ શાળા બંધ કરવાનો અમદાવાદ શિક્ષણ અધિકારી દ્વારા હુકમ આપવામાં આવ્યો છે ત્યારે સરકારી તમિલ શાળા બંધ ન થાય તે માટે આજે શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગાંધીનગર આવીને રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને રજૂઆત કરી હતી.
ગુજરાતની એકમાત્ર તમિલ સ્કૂલ ઇતિહાસ બનશે
ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં ફક્ત અમદાવાદમાં જ સરકારી તમિલ શાળા આવેલી છે આ શાળામાં કુલ 31 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે પરંતુ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા અચાનક જ બંધ કરવાનો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. જ્યારે વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ મેળવી લેવાની પણ સૂચના આપવામાં આવી છે ત્યારે ભાષાની સમસ્યાને લઈને મૂંઝાાયાં છે.