ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતીઓ અમેરિકા સુધી પહોંચ્યા, પરંતુ સચિવાલય સુધી નહીં: નીતિન પટેલ - ગાંધીનગરના તાજા સમાચાર

ગાંધીનગર: શહેરમાં આંજણા ચૌધરી સમાજના રજત જયંતિ મહોત્સવમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ હાજર રહ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, આજે ગુજરાતીઓ અમેરિકા જેવા દેશ સુધી પહોંચી ગયા છે, પરંતુ સચિવાલય સુધી પહોંચી શક્યા નથી.

ETV BHARAT
ગુજરાતીઓ અમેરિકા સુધી પહોંચ્યા, પરંતુ સચિવાલય સુધી નહીં

By

Published : Jan 4, 2020, 3:27 PM IST

ગાંધીનગરમાં આજે આંજણા ચૌધરી સમાજનો રજત જયંતિ મહોત્સવ યોજાયો હતો. જેમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુજરાતના તમામ સમાજને આહવાન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતીઓ સારૂં ભણી ગણીને અમરિકા અને વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે પરતું સચિવાલય સુધી પહોંચી શક્યા નથી. અધિકારીઓમાં તમામ અધિકારીઓ નોન ગુજરાતી જ હોવાના પાટિયા ઓફિસની બહાર લગાવેલા હોય છે.

ગુજરાતીઓ અમેરિકા સુધી પહોંચ્યા, પરંતુ સચિવાલય સુધી નહીં

આ અંગે નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાંથી લોકો બહાર જાય છે, પરંતુ સરકારી નોકરી મેળવવામાં ગુજરાતીઓને રસ નથી. જેથી સરકારી સેવામાં ગુજરાતીનું પ્રમાણ ઓછું છે. આ ઉપરાંત ભારત સરકારમાં પણ અનેક એવી જગ્યાઓ છે જ્યાં ગુજરાતીનું પ્રમાણ ઓછું છે.

ગુજરાતીઓ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યાં છે અને લોકો ઈચ્છે કે તેમને સરકારી નોકરી મળે. સરકાર પણ ગુજરાતીઓને SPIPAના માધ્યમથી રાજ્ય કે કેન્દ્ર સરકારની સેવામાં જોડાય તે માટે પ્રયાસ કરે છે. જેથી આવનારા સમયમાં ગુજરાતમાં ઉચ્ચ સરકારી જગ્યાઓ પર ગુજરાતીઓ સ્થાન મેળવી શકે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતી અધિકારી હોય તો ગુજરાતની જરૂરિયાત અને સ્થાનિકોની જરૂરિયાત સમજી શકે. ગુજરાતી અધિકારી માતૃભાષા સમજતા હોય છે. જેથી તે લાગણી તથા જવાબદારીથી વધારે સારી રીતે કામ કરી શકે. જ્યારે મોટા ભાગના રાજ્યોમાં સ્થાનિક અધિકારી જ હોય છે.

ખેડૂતોને વીજળી આપવા બાબતે નીતિન પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની લાગણી ઊર્જા પ્રધાન સુધી પહોંચાડવામાં આવશે. જ્યારે વર્તમાન સમયમાં 3 તબક્કામાં ખેડૂતોને વિજળી મળે છે.

ABOUT THE AUTHOR

...view details