ગાંધીનગરઃ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સી.આર.પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપનો જનાધાર વધુ મજબૂત થશે. આ સાથે જીતુ વાઘાણીએ પોતાને ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે મહત્વની જવાબદારી સોંપાઈ હતી, તે બદલ ભાજપના શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમના પ્રદેશ અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન જેટલી પણ ચૂંટણીઓ યોજાઈ અને તેમાં ભાજપની વિજય પતાકા લહેરાવવા બદલ કાર્યકરોએ જે નિષ્ઠાથી કાર્ય કર્યું છે, તેમનો પણ આભાર માન્યો હતો.
સી.આર.પાટીલના નેતૃત્વમાં ગુજરાતનો જનાધાર વધુ મજબૂત થશે : જીતુ વાઘાણી - ગાંધીનગર
ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કમલમ ખાતેથી જણાવ્યું હતું કે, ભાજપના શીર્ષ નેતૃત્વએ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલની નિમણૂક કરી છે. જેઓ નવસારીના લોકપ્રિય સાંસદ છે. ત્યારે તેઓ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષને હૃદય પૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું.
![સી.આર.પાટીલના નેતૃત્વમાં ગુજરાતનો જનાધાર વધુ મજબૂત થશે : જીતુ વાઘાણી સી.આર.પાટીલના નેતૃત્વમાં ગુજરાતનો જનાધાર વધુ મજબૂત થશે : જીતુ વાઘાણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8106826-thumbnail-3x2-jitu.jpg)
સી.આર.પાટીલના નેતૃત્વમાં ગુજરાતનો જનાધાર વધુ મજબૂત થશે : જીતુ વાઘાણી
સી.આર.પાટીલના નેતૃત્વમાં ગુજરાતનો જનાધાર વધુ મજબૂત થશે : જીતુ વાઘાણી
ઉલ્લેખનીય છે કે, જીતુ વાઘાણીના અધ્યક્ષ કાળમાં ભાજપમાં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી 26માંથી 26 બેઠકો પ્રાપ્ત થઈ હતી. ત્યારે સોમવારના રોજ કમલમ ખાતે જીતુ વાઘાણીની સાથે પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, કે.સી.પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ તથા ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.