ગાંધીનગર રાજ્યમાં હાલમાં જ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો (gujarat weather in august) હતો. તો આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 98 ટકા વરસાદ વરસી (over all rainfall in gujarat 2022) ચૂક્યો છે. એટલે કે, હવે રાજ્યમાં માત્ર 2 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં વરસાદની સમીક્ષા અંગે ગાંધીનગરમાં સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર પર વેધર વોચની બેઠક (State Disaster Center Weather Watch meeting) યોજાઈ હતી, જેમાં રાહત કમિશનર હર્ષદ પટેલે આ અંગે (Information given by Relief Commissioner) માહિતી આપી હતી.
ગયા વર્ષે 42 ટકા વરસાદ નોંધાયો હતો રાહત કમિશનરે જણાવ્યું (Rain Relief work for gujarat) હતું કે, રાજ્યમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 98.13 ટકા જેટલો વરસાદ થયો છે. જ્યારે ગયા વર્ષે આ સમયે રાજ્યમાં 41.62 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે (gujarat weather in august 2022) કુલ 86,00,000 હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં 80,00,000 હેક્ટર વિસ્તારમાં એટલે કે, 92 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે.
આ પણ વાંચોરિવરફ્રન્ટ પર ફરવા જતાં પહેલા જાણી લેજો આ વાત નહીં તો થશે ધક્કો
જળાશયોની વિગતોરાહત કમિશનર (Rain Relief work for gujarat)હર્ષદ પટેલે રાજ્યના જળાશયોની વિગતો (over all gujarat rain update) આપતાં જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી 135.94 મીટર સુધી પહોંચી છે એટલે કે ડેમમાં 90.93 ટકા પાણીનો સંગ્રહ (Dams receive fresh income of water) થયો છે. આ ઉપરાંત કડાણા, ધરોઈ, ઉકાઈ અને દમણગંગા જળાશયોમાંથી 5,000 ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવી (over all gujarat rain update) રહ્યું છે.