ગુજરાત

gujarat

ETV Bharat / city

Vibrant Gujarat Summit 2022 on risk: ઓમિક્રોન વેરિયન્ટના પગલે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ પર અનિશ્ચિતતાના વાદળો છવાયા - ગુજરાત વાઇબ્રન્ટ સમિટ પર વાદળો છવાયા

દેશભરમાં ઓમિક્રોનના 17 કેસો નોંધાયા છે, ત્યારે ગુજરાતમાં પણ તેનો એક કેસ નોંધાયો છે. આગામી 10 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (vibrant gujarat global summit 2022)નો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેના પહેલા જ કેસો વધવાની શકયતા છે. જેમાં વિદેશી ડેલિગેશન ગુજરાત ગાંધીનગર ખાતે આવશે દરમિયાન RTPCR અને હોમ કવોરન્ટાઈન ફરજીયાત છે. ત્યારે ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટને (Gujarat Vibrant Summit 2022 on risk) લઈને વાદળો છવાયા છે. કારણ કે ઓમિક્રોનના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા એક પણ કેસ દેશમાં નહોતો ત્યારે અત્યારે ગુજરાત (Omicron in Gujarat) સહિતના રાજ્યોમાં 17 કેસો વાઇબ્રન્ટ સમિટ પહેલા જ નોંધાયા છે. વિદેશથી આવનાર લોકોમાં આ સંક્રમણ જોવા મળી રહ્યું છે, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવનાર મોટાભાગના ડેલિગેશન વિદેશી આવી રહ્યું છે.

ઓમિક્રોન વેરિયન્ટના પગલે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ પર વાદળો છવાયા
ઓમિક્રોન વેરિયન્ટના પગલે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ પર વાદળો છવાયા

By

Published : Dec 6, 2021, 4:18 PM IST

Updated : Dec 6, 2021, 5:28 PM IST

  • વિદેશથી આવનાર લોકોમાં જીવ મળે છે ઓમિક્રોન
  • વાઇબ્રન્ટ સમિટમાં પણ હાઇ રિસ્ક, દેશોમાંથી પણ આવશે મહેમાનનો
  • વાયબ્રન્ટ પહેલા મહેમાનોને 7 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે

ગાંધીનગર:ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2022 (vibrant gujarat global summit 2022)નું આયોજન થઈ રહ્યું છે, જેના ભાગરૂપે પ્રી MOU પણ શરૂ થઈ ગયા છે. અત્યાર સુધી 50 હજાર કરોડથી વધુના MOU સાઇન કરવામાં આવ્યા છે. ત્યારે ગ્લોબલ સમિટ (Gujarat Vibrant Summit 2022 on risk)માં આવનાર વિદેશી ડેલિગેશનને હોમ ક્વોન્ટાઈન સહિતની મુશ્કેલી સર્જાઈ શકે છે. આ ત્રણ દિવસની મહાત્મા મંદિર ખાતે યોજાનારી ગ્લોબલ સમીટ ઓનલાઇન યોજાય તો નવાઈ નહીં.

8 ડિસેમ્બરે સી.એમ.નો દુબઇ પ્રવાસ

આફ્રિકાના દેશોમાંથી અત્યાર સુધી ભારત સહિતના 40 જેટલા દેશોમાં ઓમિક્રોન પેઠો છે. તેનાથી સંક્રમણ વધારે ઝડપથી પ્રસરવાની શકયતા રહેલી છે. જામનગર (Omicron in Jamnagar)માં પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે, ત્યારે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા બહારના દેશોમાંથી આવતી ફ્લાઈટમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં RTPCR ટેસ્ટ થયા બાદ પુણે લેબમાં તપાસ માટે રિપોર્ટ મોકલવામાં આવી રહ્યા છે, ત્યારે વાઇબ્રન્ટના પગલે 8 અને 9 ડિસેમ્બરના રોજ સી.એમ.નો દુબઇ પ્રવાસ (Gujarat CM on Dubai visit) છે. વિદેશથી આવનાર પ્રવાસીઓ પણ વાયા દુબઈ થઈને આવે છે અને તેમનામાં પણ સંક્રમણ ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી વિદેશ પ્રવાસ પર પણ વાદળો છવાયા છે. એવા સંજોગોમાં વાઇબ્રન્ટ સમિટ ઓનલાઈન યોજય તે પણ એક વિચાર માંગી લે તેવી વાત છે.

યુકે સહિતના 11 જેટલા હાઈ રિસ્ક દેશોમાંથી આવતા મહેમાનો

સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશથી ડેલિગેશન આવશે અને તેમાં પણ ખાસ કરીને યુકે સહિતના 11 જેટલા હાઈ રિસ્ક દેશોમાંથી આવતા મહેમાનોને 7 દિવસ ક્વોરન્ટાઇન ફરજિયાત રાખવામાં આવશે. અહીંથી પણ ડેલિગેશન વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે વિદેશ જઇ રહ્યું છે. જેથી પરત આવેલા ડેલિગેશનએ પણ ફરજિયાત SOPનું પાલન કરવાનું રહેશે. ત્યારબાદ આઠમા દિવસે RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે.

આ પણ વાંચો:ગુજરાતમાં હજુ સુધી ઓમિક્રોનના એટલા કેસો નથી, જેથી વાયબ્રન્ટ સમીટ પર અસર પડે: આરોગ્ય પ્રધાન

ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવા અપીલ કરી

ગાંધીનગર વાઇબ્રન્ટ સમિટને લઈને છેલ્લા ઘણા દિવસથી તૈયારીઓ તડામાર ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ઓમિક્રોનનો પગ પેસારો ગુજરાત (Omicron in Gujarat) તેમજ ભારતમાં થઇ ચૂક્યો છે. કોરોનાના કેસો પણ દિવાળી બાદ વધ્યા છે. જેને પગલે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવા જાહેર અપીલ કરી છે. શહેર વસાહત મહાસંઘનું કહેવું છે કે જે રીતે મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરતા કોરોના વકર્યો હતો તે રીતે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનાર વાયબ્રન્ટ સમિટ બાદ કેસો વધવાની શક્યતા છે. તે હેતુથી તેમને વાઇબ્રન્ટ સમિટ મોકુફ રાખવા અપીલ કરી છે.

આ પણ વાંચો:ઓમિક્રોને રાજસ્થાનમાં પણ દસ્તક આપી: જયપુરના 9 દર્દીઓમાં કોરોનાનો નવો વેરિયન્ટ

Last Updated : Dec 6, 2021, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details