ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Vibrant Summit 2022: ગુજરાત યુનિવર્સિટી 100 ઇન્ટરનેશનલ અને નેશનલ કક્ષાના MOU કરશે સાઈન - નેશનલ કક્ષાના MOU

ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાયબ્રન્ટ સમિટના (Gujarat Vibrant Summit 2022) ભાગરૂપે પ્રી ઇવેન્ટ એજ્યુકેશન કોન્કલેવ (Education Conclave gujarat university) થવા જઈ રહ્યો છે, (Gujarat Vibrant Festival 2022)જેમાં ગુજરાત યુનિવર્સિટી 100 જેટલા MOU (memorandum of understanding) દેશ અને વિદેશની યુનિવર્સિટીઓ તેમજ અને નામાંકિત સંસ્થાઓ સાથે સાઈન કરશે. વાયબ્રન્ટ પહેલા આ પ્રી MOU કરવામાં આવશે. જ્યારે વાયબ્રન્ટ દરમિયાન 5 જેટલા MOU ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે. પહેલીવાર ગુજરાત યુનિવર્સિટી આ રીતના MOU સાઇન કરશે. 5 સિમ્બોલિક MOU વાઇબ્રન્ટમાં થશે. અંદાજિત 15થી 18 ડિસેમ્બર દરમિયાન આટલી મોટી સંખ્યાના MOUની પ્રક્રિયા ચાલશે.

Gujarat Vibrant Summit 2022: ગુજરાત યુનિવર્સિટી વાયબ્રન્ટ મહોત્સવ નિમિત્તે 100 ઇન્ટરનેશનલ અને નેશનલ કક્ષાના MOU કરશે સાઈન
Gujarat Vibrant Summit 2022: ગુજરાત યુનિવર્સિટી વાયબ્રન્ટ મહોત્સવ નિમિત્તે 100 ઇન્ટરનેશનલ અને નેશનલ કક્ષાના MOU કરશે સાઈન

By

Published : Nov 30, 2021, 9:47 AM IST

  • જોઈન્ટ રિસર્ચ, ડિફેન્સ, સ્ટાર્ટઅપ અને સ્ટુડન્ટ્સ એક્સચેન્જને લગતા થશે MOU
  • 5 સિમ્બોલિક MOU વાયબ્રન્ટમાં થશે
  • 17 કન્ટ્રી સાથે 30 જેટલા ઇન્ટરનેશનલ કક્ષાના યુનિવર્સિટી MOU કરશે

ગાંધીનગર :ગુજરાત યુનિવર્સિટી (Gujarat Vibrant Summit 2022) દ્વારા નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના MOU સાઇન કરવામાં (Gujarat Vibrant Festival 2022) આવશે, જેમાં 30 જેટલા નેશનલ કક્ષાના MOU હશે, જ્યારે 30 જેટલા ઇન્ટરનેશનલ કક્ષાના યુનિવર્સિટી MOU (memorandum of understanding) કરશે. જેમાં વિદેશની યુનિવર્સિટીઓ, રિસર્ચ સેન્ટર અને NGO સાથે ઇન્ટરનેશનલ કક્ષાના પ્રી MOU ગુજરાત યુનિવર્સિટી કરશે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સંસ્થાઓ જેવી કે GUSEC, AICTE વગેરે સાથે 40 જેટલા MOU થશે, એમ કુલ 100 જેટલા પ્રી MOU ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે.

Gujarat Vibrant Summit 2022: ગુજરાત યુનિવર્સિટી વાયબ્રન્ટ મહોત્સવ નિમિત્તે 100 ઇન્ટરનેશનલ અને નેશનલ કક્ષાના MOU કરશે સાઈન

આ પણ વાંચો:વાઇબ્રન્ટ મહોત્સવ 2022 : અલગ અલગ અધિકારીઓને વાઇબ્રન્ટની જવાબદારી સોંપાઈ

તમામ MOU થકી ગુજરાતને એક આગવી નામના મળશે

ગુજરાત યુનિવર્સિટીના વી.સી. હિમાંશુ પંડ્યાએ કહ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત સંદર્ભે એજ્યુકેશન કોન્કલેવ (Education Conclave gujarat university) થવા જઈ રહ્યો છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાત (Government of Gujarat) અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ (Education Department Of Gujarat) 100 જેટલા મહેમાનોને એજ્યુકેશન ફ્રન્ટ માટે આમંત્રિત કરશે. યુનિવર્સિટીઓ પોતાના કાર્યક્ષેત્રમાં વિશેષતાઓ ધરાવે છે, આ સંદર્ભને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષાના સંસ્થાનો જેમકે IIT, IIM સેન્ટર ઓફ એકસલન્સ આ નેશનલ લેવલે અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ખ્યાતનામ યુનિવર્સિટીઓ Cambridge, હાર્વડ, oxford ઉપરાંત રશિયા, જાપાન, ફ્રાન્સ, ઈન્ડોનેશિયા આ તમામ કન્ટ્રી સાથે 100થી વધુ MOU સાઇન કરવા જઈ રહ્યા છીએ. તમામ MOU થકી ગુજરાતને એક આગવી નામના મળશે અને આત્મનિર્ભર ભારત તરફ આગળ દોરાઈશું.

ઇન્ટરનેશલ લેવલે 17 કન્ટ્રી સાથે MOU કરશે ગુજરાત યુનિવર્સિટી

વી.સી. હિમાંશુ પંડ્યાએ કહ્યું કે, 5 જાન્યુઆરી પહેલા પ્રી MOU શરૂ થશે, જેમાં વિદેશની યુનિવર્સિટીઓ જેવી કે, અસ્ટ્રા ખાન યુનિવર્સિટી રશિયા, કઝાકિસ્તાન, સુરીનામ કન્ટ્રી ઇન સાઉથ અમેરિકા, કેનીયા, ઝિમ્બાબ્વે, જાપાન, મલેશિયા, ઇન્ડોનેશિયા સહિતની 17 કન્ટ્રી સાથે ગુજરાત યુનિવર્સિટી MOU સાઈન કરશે. જેમ કે હાફ 79 દુબઈ અબુધાબી, F સ્ટેશન પેરિસ, મોસ્કો એવિએશન ઇન્સ્ટિટ્યૂટશન એ બધી જગ્યાએ GUSEC ના MOU કરાશે.

MOU થયા બાદ આ પ્રકારની એક્ટિવિટી થશે

રિસર્ચ એક્સ્ટેન્સન એક્ટિવિટી, ફેકલ્ટી, સ્ટુડન્ટ્સ એક્સચેન્જ એક્ટિવિટી, જોઈન્ટ રિસર્ચ પ્રોજેક્ટ જેમાં ઈન્ડો જાપાન, ઇન્ડો-કેનેડિયન જેવી એક્ટિવિટી યુનિવર્સિટી લેવલે થશે. રશિયા અને ફ્રાન્સ સાથે ડિફેન્સ લાગતા MOU થશે. મોસ્કો એવિએશન ઇન્સ્ટિટ્યૂશન, સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ, યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ સાથે પણ MOU સ્ટાર્ટઅપ, રિસર્ચને લાગતું થશે. તેવું VCએ જણાવ્યું હતું.

આ પણ વાંચો:Vibrant Gujarat 2022 : સરકારે તૈયારીઓ શરૂ કરી, દેશના અનેક શહેરમાં થશે રોડ શો

કોરોના જેવી મહામારી સામે લડવા જોઈન્ટ રિસર્ચ કામ આવશે

હાલના સંદર્ભમાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે જેના કારણે જોઇન્ટ રિસર્ચ ઓપન થયા છે, જેથી મલ્ટીપલ એંગલથી કોરોનાને સમજવો પડશે. જેના કારણે નવા રિસર્ચ અને નવા આયામોને પ્રાધાન્ય આપવામાં આવશે, તેવું તેમને જણાવ્યું હતું.

વાયબ્રન્ટમાં યુનિવર્સિટી પહેલીવાર આ રીતે MOU કરવા જઈ રહી છે

5 સિમ્બોલિક MOU વાઇબ્રન્ટમાં થશે. જો કે એ પહેલા જ યુનિવર્સિટી દ્વારા MOUની પ્રક્રિયા શરૂ થશે. MOU માટે ડ્રાફ્ટ બધાની સાથે શેર કરાયા છે. વાઇબ્રન્ટમાં યુનિવર્સિટી પહેલીવાર આ રીતે MOU કરવા જઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details