- વાઇબ્રન્ટ મહોત્સવ પહેલા ત્રીજી આવૃતિમાં 14,165 કરોડના થયા MOU સાઇન
- અત્યાર સુધી 3 આવૃતિમાં 50,000 કરોડથી વધુના MOU સાઇન કરાયા
- MOU અંતર્ગત 90,000 લોકોને રોજગારી અપાશે
ગાંધીનગર: 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ(Gujarat Vibrant Summit) આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વર્ણિમ સંકુલ-1 ખાતે આજે મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં MOU સાઇન કરવામાં આવ્યા(MOU signed in the presence of cm) હતા. આજે 14,165 કરોડના MOU સાઈન કરાયા હતા. જોકે આ પહેલાની એ આવૃત્તિમાં એટલે કે અન્ય બે સોમવારમાં થયેલા MOU અંતર્ગત 22 નવેમ્બરે 25 જેટલી કંપનીઓ સાથે MOU સાઇન કરવામાં આવ્યા હતા અને 29 નવેમ્બરના રોજ 14 જેટલી કંપનીઓ સાથે MOU કર્યા હતા. આ પહેલા 38 હજાર કરોડના MOU સાઇન કરવામાં આવ્યા છે. હજારો યુવાનોને આ MOU અંતર્ગત આગામી સમયમાં થયેલી કામગીરી બાદ રોજગારી પ્રાપ્ત થાય તે દિશામાં કામગીરી હાથ ધરાશે. અત્યાર સુધી 50 હજાર કરોડથી વધુના MOU સાઈન કરાયા.
- 12 કંપનીઓ સાથે MOU સાઇન કરવામાં આવ્યા તેનું લિસ્ટ
- સંધાર એન્જિનિયરિંગ પ્રાઇવેટ (બાઇક સીટ મેટલ પાર્ટ) 105 કરોડનું રોકાણ
- હિલ્ટી મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (હીરા ઉદ્યોગ) 250 કરોડનું રોકાણ
- ગુજરાત હીરા બુરઝ (ઇન્ટરનેશનલ જ્વેલરી બિઝનેસ હાઉસ) 850 કરોડ રોકાણ
- વેલીયન્ટ ઓર્ગનીક લિમિટેડ (કેમિકલ) 500 કરોડ રોકાણ
- શ્રી ગણેશ રમેડીઝ લિમિટેડ યુનિટ 5 (કેમિકલ) 150 કરોડ રોકાણ
- જય કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (કેમિકલ ડાઉઝ) 1000 કરોડ રોકાણ
- એન.આર. અગ્રવાલ (પેપર બોર્ડ પેપર પ્રોડક્શન) 650 કરોડ રોકાણ
- વેલસ્પન મેટાલિકસ (કાચા લોખંડનુ ઉત્પાદન) 1000 કરોડ રોકાણ
- વિલાયત ફાર્મ (ફાર્મા ઉત્પાદન) 500 કરોડનું રોકાણ
- મેટર મોટર વર્કસ, (ઈલેક્ટ્રીક વાહનોનું, વીજસંગ્રહ) 1500 કરોડ રોકાણ
- એસઆરએફ લિમિટેડ (રસાયણનું ઉત્પાદન) 7500 કરોડ રોકાણ
- નોબલ હાઇજિન પ્રાઇવેટ લિમિટેડ (ડાયપર અને સેનેટરી નેપકીન) 160 કરોડ રોકાણ
MOU અંતર્ગત 90,000 લોકોને રોજગારી અપાશે