ગાંધીનગર : ગુજરાતમાં ફરવાલાયક સ્થળોમાં રાજ્ય સરકાર દ્વારા અનેક સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે. નવા પ્રવાસનો સ્થળ પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને તમામ રાજ્યની જાહેર જનતાને ગુજરાતના ટુરિસ્ટ સ્પોટ વિશે ખબર પડે અને ગુજરાતમાં પ્રવાસન માટે ગુજરાત આવે તે હેતુથી રાજ્ય સરકારે દેશના અલગ અલગ જગ્યાઓએ ઓફિસ શરૂ કરવા આયોજન કર્યું છે. ગુજરાત કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છેે તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી કરશે.
રાજ્ય સરકાર ઉઠાવશે ખર્ચ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય અને ટુરિસ્ટ દેશો ઉપર પ્રવાસીઓ વધુમાં વધુ મુલાકાતે આવે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં 7 મોટા પ્રવાસન સ્થળો ઉપર ટુરિસ્ટ ઇન્ફર્મેશન ઓફિસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક નાની કચેરીઓ તૈયાર કરવામાં આવશે અને તેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આ કચેરીમાં ગુજરાતના ફરવાલાયક સ્થળોની તમામ જાણકારી આપતા મટીરીયલ્સ પણ રાખવામાં આવશે. જેથી કરીને બહારના રાજ્યના પ્રવાસીઓ ગુજરાતમાં આવે.
આ પણ વાંચો ઢોર નિયંત્રણ બિલ તો ક્યારે અમલી થશે તે તો રામ જાણે પણ સરકારે હવે કર્યો આ નિર્ણય