- રાજ્યમાં ઓમિક્રોન બાબતે એલર્ટ
- તમામ મુસાફરોના થઇ રહ્યા છે RTPCR ટેસ્ટ
- સાઉથ આફ્રિકાથી જામનગરના નાગરિકને કોવિડ પોઝિટિવ
ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે, ત્યારે જે બીક હતી તે બીક સાચી પડી છે. કર્ણાટકના બેંગલોર ખાતે ભારતીય પ્રવાસી નવા વેરિયન્ટ સાથે સંક્રમિત (Omicron in karnataka) બન્યા છે. તે બાબતે આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના આરોગ્ય વિભાગના અધિક સચિવ મનોજ અગ્રવાલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવો વેરિયન્ટ ન આવે તેને ધ્યાનમાં લઇને અમદાવાદ અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે તમામ મુસાફરોના RTPCR ટેસ્ટ (Gujarat Testing Tracking Fast for omicron) કરવામાં આવી રહ્યા છે.
વાઈબ્રન્ટ મહોત્સવને લઈને સરકારનું ડેલીગેટ્સ ફોરેન
ગુજરાત સરકાર નવા વેરિયન્ટ ભય વચ્ચે વાઈબ્રન્ટ ગુજરાતનું આયોજન કરી રહ્યું છે. અનેક અધિકારીઓ વાઇબ્રન્ટ મહોત્સવના ભાગરૂપે વિદેશમાં પ્રવાસ કરી રહ્યા છે. તેઓ ગુજરાતમાં પરત આવશે ત્યારે તેઓએ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ (central govt guidelines for omicron in india) અનુસરવી પડશે કે નહીં તે બાબતે મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે વધુ વિચારણા કરવામાં આવશે. રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ હોય તેઓએ કોરોનાની નવી ગાઇડલાઇન્સ ફરજીયાત પાલન કરવું પડશે અને સાત દિવસ કવોરેન્ટાઈનમાં પણ રહેવું પડશે.
રાજ્યમાં થઈ રહ્યા છે 75,000 ટેસ્ટીંગ