ગાંધીનગરઃ દિવાળી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત રાજ્ય (Gujarat Government) સરકારે શિક્ષકો માટે મોટો નિર્ણય લીધો છે. જેમાં પ્રાથમિક શાળા વિભાગના શિક્ષકો પરસ્પર બદલી કરી શકશે. આ માટે એક ખાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. આગામી તારીખ 20 ઑક્ટોબરથી 29 ઑક્ટોબર સુધી આ બદલી કેમ્પ યોજાશે. જ્યારે ઓનલાઈન બદલી માટેની પણ સુવિધા આપવામાં આવી છે.
ઓનલાઈન બદલીઃબદલી કેમ્પની સાથે ઓનલાઈન બદલી (Gujarat Primary Teacher Camp) માટેનો પ્રથમ તબક્કો તારીખ 20 ઑક્ટોબરના રોજ યોજાશે. જ્યારે ઓનલાઈન બદલી માટેનો બીજો તબક્કો તારીખ 23 ઑક્ટોબરના રોજ યોજાશે. જ્યારે શિક્ષકો માટે જિલ્લા ફેરબદલીમાટેનો કેમ્પ 6 ડીસેમ્બરના રોજ યોજાશે. રાજ્ય સરકાર તરફથી મુખ્ય શિક્ષકોની આસપાસના જિલ્લાઓમાં બદલી થઈ શકશે. આ માટે ચોક્કસ પરિપત્ર બહાર પાડવામાં આવ્યા છે. 31 માર્ચ 2022 થી પાંચ વર્ષ પૂરા કરેલા શિક્ષકોની અરજીને ધ્યાને લેવા પણ ખાસ આદેશ આપવામાં આવ્યા છે.