ગુજરાત

gujarat

ETV Bharat / city

સોલાર ઊર્જા ઉત્પાદનમાં દેશમાં 24 ટકાના ફાળા સાથે ગુજરાત પ્રથમ - સોલાર એનર્જી

ગુજરાત વિધાનસભાના સાતમા સત્રના અંતિમ દિવસે ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ રાજ્યમાં સૂર્ય ઊર્જાના વપરાશ ઉપર ટૂંકી મુદતનો પ્રશ્ન પૂછ્યો હતો. જેના પર માહિતી આપતાં ઊર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, દેશમાં સોલાર રૂફ ટોપ યોજના ગુજરાતમાં સૌથી સફળ છે. સોલાર ઊર્જાના 24 ટકા ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. બીજા ક્રમનું રાજ્ય 11 ટકા સાથે ગુજરાતથી ખૂબ પાછળ છે.

સોલાર ઊર્જા ઉત્પાદનમાં દેશમાં 24 ટકાના ફાળા સાથે ગુજરાત પ્રથમ
સોલાર ઊર્જા ઉત્પાદનમાં દેશમાં 24 ટકાના ફાળા સાથે ગુજરાત પ્રથમ

By

Published : Sep 25, 2020, 1:37 PM IST

ગાંધીનગરઃ ગુજરાતમાં ગયા વર્ષે 1,28,000 હજાર અરજીઓ સોલાર રુફટોપ યોજના માટે આવી હતી જેમાંથી 98,000 ઘરો ઉપર વીજળી ઉત્પન્ન કરવાનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. સોલાર રુફટોપ યોજના અંતર્ગત 3 કિલોવોટ સુધી સરકાર 40 ટકા સાધન સબસિડી આપે છે. 3 કિલોવોટથી 10 કીલોવોટ સુધી 20 ટકા સબસિડી આપે છે. જ્યારે 10 કિલોવોટથી વધુના ઉત્પાદન ઉપર સબસિડી આપતી નથી.

સોલાર ઊર્જા ઉત્પાદનમાં દેશમાં 24 ટકાના ફાળા સાથે ગુજરાત પ્રથમ
ફ્લેટ સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઈટ, પાણીની મોટરમાં સૂર્ય ઉર્જાના વપરાશ માટે 20 ટકા સબસીડી સરકાર આપે છે. સરકારનો લક્ષ્યાંક2 છે કે, આગામી ત્રણ વર્ષમાં 10 લાખ લોકો સુધી સોલાર રૂફ ટોપ યોજના પહોંચે. આ યોજના અંતર્ગત કરેલું મૂડીરોકાણ પાંચ વર્ષમાં પરત મળે છે. સરકાર 2.25 રૂપિયા પ્રતિ યુનિટ લેખે વીજળી ઉત્પાદન કારો પાસેથી વીજળી ખરીદે છે.
સોલાર ઊર્જા ઉત્પાદનમાં દેશમાં 24 ટકાના ફાળા સાથે ગુજરાત પ્રથમ

ABOUT THE AUTHOR

...view details