- પેટ્રોકેમિકલ પ્રોજેકટનો શિલાન્યાસ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો
- ગુજરાત ફોરેન ડાયરેક્ટ ઈનવેસ્ટમાં સમગ્ર દેશમાં નંબર પ્રથમ સ્થાન પર
- ગુજરાત કૃષિ બાદ ઔદ્યોગિક ક્ષેત્રે પણ અવ્વલ સ્થાને
ગાંધીનગર: CM ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) સ્પષ્ટ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)ની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય ચોતરફી વિકાસથી(Development of Gujarat State) આગળ ધપી રહ્યું છે. ''સૌનો સાથ સૌનો વિકાસ'' અને સૌના વિશ્વાસ થકી ગુજરાતમાં વિદેશી મૂડી રોકાણ આવી(Arrival of foreign capital investment in Gujarat) રહ્યું છે. તેમજ ભૂપેન્દ્ર પટેલે નયારા એનર્જી(Nayara Energy) સહિતના ઔદ્યોગિક ગ્રુપને(Industrial Group) સ્થાનિક યુવાનોને વધુને વધુ રોજગારી આપવાનું આહ્વાન કર્યું હતું.
વાઇબ્રન્ટ ગુજરાતનું આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટમાં જોડાવા માટે ઉદ્યોગકારોને આમંત્રિત કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલે નયારા એનર્જીના પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટ અંગે કંપનીના ચેરમેન સહિત સૌ કર્મયોગીઓને શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ નેચરલ ગેસ અને શહેરી તથા આવાસ બાબતોના પ્રધાન હરદીપસિંઘ પુરીએ પ્રોજેક્ટનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5 ટ્રીલિયન ડોલર ઈકોનોમીના અભિયાનમાં પેટ્રો કેમિકલ્સ સેકટરનું મહત્વનું યોગદાન છે.
ગુજરાત કૃષિ બાદ ઔદ્યોગિક ક્ષેત્રે અવ્વલ
કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સરકારની યોગ્ય નીતિ-રીતિ તથા પ્રોત્સાહનને કારણે કૃષિ ક્ષેત્રે અગ્રેસર રહેલું ગુજરાત હવે ઔદ્યોગિક ક્ષેત્રે પણ નંબર વન બન્યું છે. જ્યારે જામનગરનાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, આ માત્ર નયારાનો જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારને સ્પર્શતો કાર્યક્રમ છે. સરકાર દ્વારા વિદેશી નિવેશકોને ઉચિત વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ પ્રોજેકટ થકી અનેક લોકોને રોજગારી મળશે તેમજ સમગ્ર વિસ્તાર સમૃદ્ધિ અને વિકાસની દિશામાં આગળ વધશે.