ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Rain Update : રાજ્યમાં અત્યાર સુધીમાં આટલા ટકા પડ્યો વરસાદ, જાણો આગામી આગાહી વિશે...

દેશભરના મોટાભાગના રાજ્યોમાં વરસાદની શરુઆત(Gujarat Monsoon 2022) થઇ ચૂકી છે. ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોમાં કયાંક અતિભારે તો કયાંક મધ્યમ વરસાદ પડ્યો(Gujarat monsoon live Updates) છે. જૂન મહિનામાં સીઝનનો 20 MMથી પણ વધારે વરસાદ નોંધાયો(Seasonal rains in June) છે. અમદાવાદ-ગાંધીનગર જેવા અનેક મહાનગરોમાં છૂટો છવાયો વરસાદ પડી ચૂક્યો છે.

Gujarat Rain Update
Gujarat Rain Update

By

Published : Jun 20, 2022, 4:14 PM IST

Updated : Jun 20, 2022, 4:24 PM IST

ગાંધીનગર :ગુજરાત રાજ્યમાં આ વખતે વરસાદ(Gujarat monsoon live Updates) સારા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં પણ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી(Rainfall forecast in Gujarat) કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. નવસારી, સુરત, દમણ દાદરાનગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં અત્યાર સુધી જૂન મહિનામાં સીઝનનો 20 MM થી પણ વધારે વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો -Monsoon 2022: ગુજરાતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો, વીજળી પડવાથી 5 લોકોનાં મૃત્યુ

રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મેધમહેર - વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. વાપી વલસાડ અને ઉમરગામમાં પણ વરસાદનું પ્રમાણ સારા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે વાપીનું રેલવે અંડરપાસમાં પણ પાણીમાં ગરકાવ થઇ ગયું છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહો છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. વલસાડના અનેક વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોના રસ્તાઓ પર પણ પાણી ભરાઇ ગયા છે. વલસાડના વોર્ડ નંબર 5 અને 2 માં અનેક વિસ્તારોમાં વરસાદ બાદ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના કારણે લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.

વાપીમા વરસાદ -વલસાડ જિલ્લામાં રવિવારે મેઘરાજાએ હળવા મૂડમાં એન્ટ્રી કરી રસ્તાઓ ભીના કરવા સાથે સર્વત્ર ઠંડકનો માહોલ પ્રસરાવ્યો હતો. જે બાદ બીજા દિવસે સોમવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ગોરંભાયેલા વાદળો વચ્ચે વહેલી સવારથી હળવા વરસતા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. અમરેલી જિલ્લામાં સતત મેઘમહેર જોવા મળી રહી છે. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. સાવરકુંડલા પંથકના છાપરી, લીખાળા, ડેડકડી સહિતના ગામોમાં ધીમીધારે પણ સારો વરસાદ પડ્યો છે. વરસાદના પગલે ધરતીપુત્રમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ડાંગમાં વરસાદનું આગમાન - ડાંગ જિલ્લાના અમુક ગામડાઓમાં છૂટોછવાયો વરસાદ (Rain in Dangs) તો અમુક ગામડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ડાંગના વઘઇ તાલુકાના ખાતળ અને માછળી સહિત ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા આ વિસ્તારોને જોડતી પૂર્ણા નદીના (Death in River Purna) વહેણ તે જ ભણ્યા હતા. જેમાં જિલ્લાના વઘઇ તાલુકાના ખાતળ ગામના રાયા પવાર ઉંમર 60 તેમજ તેની પત્ની નાયાજી પવાર તેમના પાડા શોધવા જંગલમાં ગયા હતા. તે વખતે વૃદ્ધ ધરાયેલી ખોખરિયા આંબા ગામના ફાટક પાસે પરટી નામે ઓળખાતી જગ્યાએ પૂર્ણા નદીમાં ઉતરી એક કિનારેથી બીજા કિનારે જતા હતા. તે વેળાએ ઉપરવાસમાં વરસેલા વરસાદના પગલે આ વૃદ્ધ નદીના તે જ વહેણમાં ડૂબીને (Dangs Death in River Purna) મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ બનાવની જાણ વઘઇ પોલીસની ટીમને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ વઘઇ પોલીસની ટીમે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોટર્મ માટે તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો - આશ્ચર્ય! ગુજરાતના આ ગામે થયો માછલીઓનો વરસાદ, જાણો આ પાછળનું વૈજ્ઞાનિક કારણ

સુરતમાં મેધમહેર - હવામાન વિભાગની આગાહી (forecast by meteorology department) મુજબ રાજ્યમાં હજુ પાંચ દિવસ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી શકે છે, પરંતુ 20 જૂન બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ (Heavy rain in surat)ની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે , સુરતમાં ગતરોજ મોડી રાત્રીથી જ વરસાદ વરસવાનું ચાલુ થયું હતું અને બપોર સુધી સતત વરસાદ વરસ્યો હતો. જેને લઇને સુરતમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે વહેલી સવારથી જ સતત વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે જ નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઇ હતી. જેને કારણે વાહન વ્યવહારને અસર થઇ હતી.

ભરૂચમાં ભારે વરસાદ - જિલ્લામાં કાળા ડીબાંગ વાદળો છવાતાંની સાથે ભરૂચ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની સિઝનની શરૂઆત જોવા મળી હતી. ભરૂચ શહેરના સ્ટેશન રોડ, શક્તિનાથ, લિંક રોડ, ઝાડેશ્વર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ અને ભરૂચ જિલ્લા અને તાલુકાના ગામડાઓમાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. આજે ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘમહેર થતી જોવા મળી રહી છે. જિલ્લાના તાલાળા કોડીનાર સુત્રાપાડા ગીર ગઢડા ઉના વેરાવળ અને કોડીનારમાં 1 થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. તો બીજી તરફ જિલ્લાના તાલાલા શહેરમાં બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા તાલાલાની બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતાં.

વડોદરાના વરસાદે બધાને પછાડ્યા - સમગ્ર રાજયમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે આજે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો (People of Vadodara have difficulty in rain) હતો. જોકે, શરૂઆતી વરસાદમાં શહેરના સર્કિટ હાઉસ સામે આવેલો રોડ લોકો માટે માથાનો દુખાવો થયો હતો. અહીં વરસાદી પાણીના કારણે રસ્તો ધોવાઈ જતાં ટૂવ્હીલર વાહનોના ચાલકો રસ્તા પર પડી ગયા હતા. તો કેટલીક મહિલાઓને પણ ઈજા પહોંચી હતી.

ડીસામાં વરસાદ સાથે માછલીઓ પડી -ગુજરાત રાજ્યમાં કેરળથી આગળ વધેલું ચોમાસું દિવસે દિવસે સક્રિય થતું જાય છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગર સહિત અનેક જિલ્લા-તાલુકામાં વરસાદ થયો છે. જેના કારણે હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ છે. ડીસાના ખેટવા ગામે વરસાદની (Banaskantha Rain) સાથે માછલીઓ ખેતરમાં (Fish Rain in Banaskantha) જોવા મળી હતી. ખેટવા ગામમાં વરસાદ સાથે માછલીઓ (Rain In Gujarat) ખેતરોમાં જોવા મળતા મોટી સંખ્યામાં લોકો માછલી જોવા (Banaskantha Rain and Fish) ખેતરમાં ઉમટી પડ્યા હતા.

ભાવનગરમાં બેના લેવાયા ભોગ -ભાવનગર શહેર અને જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રસ્તાઓમાં અને ગલીઓ બટમાં ફેરવાયા હોય તેવા દર્શયો જોવા મળ્યા હતા. વરસાદના કારણે ક્યાંક ખુશીનો માહોલ તો, ક્યાંક દુખીનો માહોલ જોવા મળ્યો હતો. જીલ્લામાં વરસાદની સાથે વિજળી પડતા બે લોકોના મોત થયા હતા. જિલ્લાના કુલ 10 તાલુકા પૈકી 3 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 3 તાલુકામાં સૌથી વધુ વરસાદ ભાવનગર તાલુકો 19 mm, મહુવા 15 mm અને જેસરમાં 12 mm વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકામાં 02 mm તો ક્યાંક નિલ વરસાદ નોંધાયેલો છે.

ગરમી બાદ વરસાદનું આગમાન - છોટાઉદેપુરમાં અસહ્ય ગરમી બાદ બોડેલી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. બોડેલી સહિત આસપાસના ગામોમા છૂટો છવાયો વરસાદ પડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ આવતાં લોકોમાં ખુશી છવાઈ ગઈ છે. વડોદરાના ડભોઇ પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેનાથી પંથકમા ઠંડક પ્રસરી જવા પામી છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં અસહ્ય ગરમી બાદ બોડેલી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. બોડેલી સહિત આસપાસના ગામોમા છૂટો છવાયો વરસાદ છે. છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ આવતાં લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

Last Updated : Jun 20, 2022, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details