- ગુજરાતની બોર્ડર પર જ પોલીસ અદભુત સ્વાગત કરશે ડ્રગ્સ માફિયાઓનું
- મેં ત્રણ દિવસ પહેલાં જ કહ્યું હતું અને આજે રીઝલ્ટ આપની સામે છે
- કેટલાક લોકો રાજકીય સ્ટેટમેન્ટ આપવા આખા ગુજરાતના નાગરિકોને બદનામ કરે છે
ગાંધીનગર:મોરબીના ઝીંઝુડામાં 600 કરોડના ડ્રગ્સ (gujarat drugs case) સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ મામલે ખાસ વાતચીત કરી હતી. જેમને 59 દિવસમાં 93 જેટલા પેડલરને પકડ્યા છે અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પોલીસ દ્વારા ઝડપાયું છે, ત્યારે ડ્રગ્સ મામલે આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ બનાવશે? તે તમામ બાબતો વિશે તેમને વિસ્તારપૂર્વક વાત કરી હતી.
પ્રશ્ન : છેલ્લા એક વીકમાં દ્વારકા અને મોરબીમાં જે ડ્રગ્સ પકડાયું છે સમગ્ર ઓપરેશન પોલીસ દ્વારા કઈ રીતે પાર પાડવામાં આવ્યું હતું?
જવાબ : ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા એક વીકમાં ડ્રગ્સ (drugs in india)નો મોટો જથ્થો પકડવામાં આવ્યો છે. ગુજરાત પોલીસના અનેક જવાનોએ પોતાના પરિવારથી દૂર રહી દરિયાઈ માર્ગે ગુજરાતમાં આવતા ડ્રગ્સ (drugs at gujarat border)ને પકડયુ જે ડ્રગ્સ મહારાષ્ટ્રમાં લઈ જવાનું હતું. મહારાષ્ટ્રમાં એક શાકભાજીની લારી ચલાવતા વ્યક્તિ શાકભાજીની આડમાં હજારો યુવાનોના જીવ જોખમમાં મુકનાર વ્યક્તિ જે ગુજરાતમાં ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલા હતા. આ આખી ગેંગને પકડી લેવામાં આવી છે. આ ગેંગને પકડી ગુજરાત પોલીસે મહારાષ્ટ્રના હજારો યુવાનોનું જીવન બચાવવાની કામગીરી કરી છે. આ જ રીતે ગુજરાત ATS દ્વારા કાલે એક મોટું રેકેટ પકડવામાં આવ્યું હતું. જે ડ્રગ્સ અહીંથી પંજાબ લઈ જવાની કામગીરી થવાની હતી. તે પહેલાં જ ગુજરાત ATS દ્વારા પકડી લેવામાં આવ્યું છે.
પ્રશ્ન : આ ડ્રગ્સ ગુજરાતમાં કઈ રીતે આવે છે અને બોર્ડર સુધી કેવી રીતે ઘુસાડવામાં આવે છે?
જવાબ : સર્વપ્રથમ તો પાકિસ્તાન આ પ્રકારે અલગ-અલગ કન્સાઇનમેન્ટ અલગ અલગ દેશોમાં મોકલવાનો પ્રયત્ન કરતું હોય છે, પરંતુ ગુજરાત પોલીસ એ પ્રકારની કામગીરી કરી રહી છે કે, પાકિસ્તાનના છેલ્લા ત્રણ-ચાર ગુજરાત મોકલવાના ડ્રગ્સના સંપૂર્ણ પ્રયાસો નિષ્ફળ ગયા છે. તમે સૌ જાણો છો કે છેલ્લા દોઢ મહિનામાં દરિયાઈ માર્ગે જેટલા પ્રયાસો પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા છે, પરંતુ આ રાજ્ય પોલીસે તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા છે.