- રાજ્યની પોલીસને આપવામાં આવી આધુનિક ઈન્ટરસેપ્ટર કાર
- તમામ જિલ્લાઓ અને મોટા શહેરોને આપવામાં આવી ઈન્ટરસેપ્ટર કાર
- પહેલા ટવેરાનો ઈન્ટરસેપ્ટર વાન તરીકે ઉપયોગ થતો હતો, હવે ઈનોવામાં ઈન્ટરસેપ્ટર સિસ્ટમ લગાવી
- ગુજરાત પોલીસને 44 રેસ્ક્યૂ વાન પણ એનાયત કરવામાં આવી
- ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને સોંપી વાન
ગાંધીનગરઃ રાજ્યમાં અકસ્માત નિવારવા આજે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (State Home Minister Harsh Sanghvi) ગુજરાતની પોલીસ (Gujarat Police) માટે 48 ઈન્ટરસેપ્ટર કાર (Interceptor car) અને 44 રેસ્ક્યૂ વાનનું (Rescue Van) લોકાર્પણ કર્યું હતું. ભૂતકાળની વાત કરવામાં આવે તો ગૃહ વિભાગ દ્વારા પહેલા ટવેરા ગાડીમાં ઈન્ટરસેપ્ટર સિસ્ટમ (Interceptor System) લગાવવામાં આવી હતી, પરંતુ સમય બદલાતા હવે ટવેરાની જગ્યાએ ઈનોવા ગાડીનો ઉપયોગ ઈન્ટરસેપ્ટર કાર (Interceptor car) તરીકે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો-જૂનાગઢના ચિત્રકારે ગિરનાર રોપ-વે નું લોકાર્પણ કરતાં વડાપ્રધાન મોદીનું ચિત્ર કર્યું તૈયાર
કેવી રીતે કામ કરે છે ઈન્ટરસેપ્ટર સિસ્ટમ (Interceptor System)?
ઈન્ટરસેપ્ટ સિસ્ટમ કાર (Interceptor System Car)ની વાત કરીએ તો, હાઈ-વે પર જે વાહનો વધુ પડતી ગતિમાં જતા હોય અને ગતિના નિયમોનું પાલન ન કરી રહ્યા હોય. ત્યારે આ ઈન્ટરસેપ્ટર કારની (Interceptor car) અંદર એક સ્પીડ ગન (Speed Gun) મૂકવામાં આવી હોય છે, જે સ્પીડ ગનની મદદથી ગાડી ગમે તેટલી સ્પીડમાં હોય તે ગન તાત્કાલિક ધોરણે જેતે ગાડીને પોતાના લેન્સમાં કેદ કરી લે છે. ત્યારબાદ ટ્રાફિકના નિયમ (Traffic Rules) તોડવા બદલ, ઓવરસ્પીડ અને ભયજનક વાહન હંકાવવા બદલના ગુના હેઠળ ઓનલાઈન મેમો આપવામા આવે છે. જ્યારે આગળ બીજી ઈન્ટરસેપ્ટર કારને (Interceptor car) જાણ કરવામાં આવે તો જેતે જગ્યાએ દંડ વસૂલ કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.