ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલ નાગરિકોએ રૂપિયા 114 કરોડથી વધુનો દંડ ભર્યો

રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલ ડિસેમ્બર-2020 સુધીમાં 23 લાખ કરતા વધુ વ્યક્તિઓ પાસેથી સરકારે 114 કરોડ કરતાં વધુ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. સૌથી વધુ અમદાવાદમાં 5 લાખથી વધુ વ્યક્તિઓ પાસેથી 30 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભા

By

Published : Mar 17, 2021, 4:57 PM IST

Updated : Mar 17, 2021, 5:59 PM IST

  • રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલ 23,31,068 વ્યક્તિઓએ દંડ ભર્યો
  • ડિસેમ્બર-2020 સુધીમાં 114,12,79,780 રૂપિયાનો દંડ
  • અમદાવાદીઓએ સૌથી વધુ 30 કરોડથી વધુનો દંડ ભર્યો

ગાંધીનગરઃ રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલ રૂપિયા 114 કરોડથી વધુ રૂપિયાનો દંડ સરકાર દ્વારા વસૂલવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને કારણે રાજ્યમાં માસ્ક પહેરવું ફરજીયાત કરાયું હતું. માસ્ક ન પહેરનારા પાસેથી સરકાર દ્વારા દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે સૌથી વધુ અમદાવાદમાં રૂપિયા 30 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદીઓએ માસ્ક અને હેલ્મેટ ન પહેરવા બદલ ભર્યો જંગી દંડ

મહાનગરોમાં વધુ દંડ

અમદાવાદ, સુરત, વડોદરા બાદ ખેડામાં સૌથી વધુ દંડની રકમ વસૂલવામાં આવી છે. જ્યારે રાજકોટ મહાનગર પાલિકા વિસ્તાર છે, વસ્તીનું પ્રમાણ પણ વધુ છે. કોરોનાના સમયે અહીં કેસ પણ વધુ હતા. પરંતુ મુખ્યપ્રધાનનો મત વિસ્તાર હોવાથી, અહીં પોલીસ દ્વારા ઓછો દંડ વસૂલવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. પોલીસ દ્વારા રાજકોટમાં 80,306 વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. 33 જિલ્લાઓમાં દંડ વસૂલવામાં રાજકોટ 8મા નંબરે છે. જ્યારે ખેડામાં તેના કરતાં બે ગણા વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હોમટાઉન મહેસાણામાં રાજકોટ કરતા વધુ દંડ વસૂલવામાં આવ્યો છે.

કયા જિલ્લાઓમાં વધુ અને કયા જિલ્લાઓમાં ઓછો દંડ?

રાજ્યના 33 જિલ્લાઓ પૈકી અમદાવાદ, સુરત, ખેડા અને વડોદરા આ ચાર જિલ્લામાં વધુ લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે ડાંગ, નર્મદા, તાપી અરવલ્લી, દાહોદ અને દેવભૂમિ દ્વારકામાં ઓછો દંડ વસૂલવામાં આવ્યો છે.

Last Updated : Mar 17, 2021, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details