- ગુજરાત પંચાયત (સુધારા) બિલ-2021 વિધાનસભા ગૃહમાં રજુ કર્યુ
- જયદ્રથસિંહજી પરમારે જરૂરી સુધારા અને આ બિલના ફાયદા વિશે જણાવ્યું
- ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, તટસ્થ અને વધુ પારદર્શક બનાવવા માટે આ બિલ પસાર કરાયું
ગાંધીનગર :રાજ્યમાં પંચાયત સેવાની વર્ગ-3ના તમામ સંવર્ગોની ભરતી માટેની સત્તા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને આપવાનું ગુજરાત પંચાયત (સુધારા) બિલ-2021, પંચાયત પ્રધાન જયદ્રથસિંહજી પરમારે વિધાનસભા ગૃહમાં રજુ કર્યુ હતું. જેમાં જરૂરી સુધારા અને આ બિલના ફાયદા વિશે જણાવ્યું હતું.
સુધારા બિલથી પંચાયત સેવા વર્ગ-3ની સીધી ભરતીની પ્રક્રિયામાં એકરૂપતા આવશે
પંચાયત પ્રધાને જણાવ્યું કે, આ સુધારા બિલથી પંચાયત સેવા વર્ગ-3ની સીધી ભરતીની પ્રક્રિયામાં એકરૂપતા આવશે. હાલમાં દરેક જિલ્લા કક્ષાએ આવી ભરતી કરવાની સત્તા સ્થાનિક જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓને આપવામાં આવેલી છે. પરંતુ પંચાયત સેવા વર્ગ-3ની ભરતી પ્રક્રિયામાં એક સુત્રતા લાવવા, બેવડાપણું નિવારવા, તેમજ ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, તટસ્થ અને વધુ પારદર્શક બનાવવાના હેતુસર આ બિલ પસાર કરાયું હતું.
આ પણ વાંચો : જાહેરનામા ભંગના કિસ્સાઓમાં પોલીસને FIR નોંધવાનો અધિકાર મળશે