ગાંધીનગર : ભારતનાં ચૂંટણી આયોગ (Election Commission Of India) દ્વારા પાંચ ચૂંટણીવાળાં રાજ્યોના (Five State Assembly Elections 2022 ) ચૂંટણી નિરીક્ષકની ફરજો માટે ગુજરાત કેડરનાં 35 IAS અને IPS અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. હવે ગુજરાતના 35 અધિકારીઓ ઓબ્ઝર્વર તરીકે (Gujarat Officials on Election Duty 2022) કામ કરશે. તમામ IAS અને IPS અધિકારીઓને સોંપાયેલ વિધાનસભા મતવિસ્તારની યાદી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી, જેના માટે તેઓ નિરીક્ષક હશે.
35 IAS અધિકારીઓ બજાવશેે ફરજ
રાજ્ય સરકારના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જે IAS અધિકારીઓનાં નામ ચૂંટણી નિરીક્ષકનાં પદ પર છે તેમાં રાજેશ મંજુ, એસ કે મોદી, પી સ્વરૂપ, કે.એન.શાહ, ડી. ડી. જાડેજા, દિલીપ રાણા, રતન કવર ગઢવીચારણ, વિશાલ ગુપ્તા, પ્રભાવ જોશી, શાહમીના હુસૈન, ધનંજય દ્વિવેદી, એમ થેંનારસન, રાહુલ ગુપ્તા, અજય પ્રકાશ, કે રાજેશ, પ્રવીણ ચૌધરી, ડી. એન. મોદી, ડી. એચ. શાહ, આશિષકુમાર, અશ્વિનીકુમાર, મોહમ્મદ શાહીદ, આલોક પાંડે, એસ મુરલી ક્રિષ્ના, કિરણ ઝવેરી, આર. કે. મહેતાનો સમાવેશ થાય છે. આ IAS અધિકારીઓને હવે અલગ અલગ વિધાનસભા ક્ષેત્રોની ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે જવાબદારી (Gujarat Officials on Election Duty 2022) સોંપાશે.
આ પણ વાંચોઃ Punjab Assembly Elections 2022: રાહુલ ગાંધી આજે પંજાબની મુલાકાતે, વર્ચ્યુઅલ રેલીને સંબોધશે
30 જેટલા પોલીસ અધિકારીઓ છે