ગુજરાત

gujarat

ETV Bharat / city

નીતિ આયોગે આરોગ્ય લક્ષી સેવામાં આપ્યો સ્કોર, 86ના ઇન્ડેક્ષ સ્કોર સાથે સમગ્ર દેશમાં ગુજરાત નંબર 1 - Sustainable Development Goals

સમગ્ર દેશમાં નીતી આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત રાજ્યની આરોગ્યલક્ષી સારવાર 86ના ઇન્ડેક્ષ સ્કોર સાથે ગુજરાત આરોગ્ય સેવામાં દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. એ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને ઘરઆંગણે સત્વરે આરોગ્યલક્ષી સારવાર પુરી પાડવામાં આવી રહી છે.

Policy Commission News
Policy Commission News

By

Published : Jun 4, 2021, 10:43 PM IST

  • રાજ્ય માટે સારા સમાચાર
  • સમગ્ર દેશમાં ગુજરાત નમ્બર 1 પર
  • નીતિ આયોગે આરોગ્ય લક્ષી સેવામાં આપ્યો સ્કોર
  • સમગ્ર દેશમાં 113 સ્કોરમાંથી ગુજરાતને 86નો સ્કોર પ્રાપ્ત થયો

ગાંધીનગર : રાજ્યની આરોગ્ય સેવાઓ રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત સમગ્ર દેશમાં નીતી આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત રાજ્યની આરોગ્યલક્ષી સારવાર 86ના ઇન્ડેક્ષ સ્કોર સાથે ગુજરાત આરોગ્ય સેવામાં દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. એ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને ઘરઆંગણે સત્વરે આરોગ્યલક્ષી સારવાર પુરી પાડવામાં આવી રહી છે. જેની ભારત નીતિ આયોગે પણ નોંધ લઇને ગુજરાતની આરોગ્ય સેવાઓને 86ના ઇન્ડેક્ષના સૂચકાંક (માર્ક્સ) સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ આપ્યો છે.

આ પણ વાંચો : મુખ્ય પ્રધાન રૂપાણીએ મ્યુનિસિપલ કમિશ્નરોને આપી સૂચનાઃ કેસ ઘટી રહ્યા છે પણ સાવધાની રાખજો

છેલ્લા 5 વર્ષથી ઈન્ડેક્ષની શ્રેણી શરૂ કરવા

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી SDG સંબંધિત ઈન્ડેક્ષની શ્રેણી ચલાવવામાં આવી રહી છે. જેમાં નીતિ આયોગ દ્વારા SDGની પ્રાથમિકતાઓ ધ્યાને લઈ “ઇન્ડિયા ઇન્ડેક્ષ અને ડેશબોર્ડ” તૈયાર કરવામાં આવે છે. રાષ્ટ્રીય અને રાજકીય સ્તરે થયેલ પ્રગતિની દેખરેખ હેઠળ આરોગ્ય માટેની વિવિધ સરકારી યોજનાઓ જેવી કે આયુષ્માન ભારત, પોષણ અભિયાન, સ્વચ્છ ભારત અભિયાનનું સુચારૂ અમલીકરણ તથા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાની સાથે સાથે રાજ્યો દ્વારા કરેલી નવીન પહેલ અને તેની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં આવે છે.

આ પણ વાંચો : મુખ્ય પ્રધાન રૂપાણીએ મ્યુનિસિપલ કમિશ્નરોને આપી સૂચનાઃ કેસ ઘટી રહ્યા છે પણ સાવધાની રાખજો

કયાં સૂચકઆંક પર થાય છે નિર્ણય

હાલ પ્રકાશિત થયેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) - નીતિ આયોગ – ઈન્ડેક્ષવર્ષ 2021-21માં આરોગ્ય સંબંધિત SDG 3માં ગુજરાત 86 સ્કોર સાથે તમામ રાજ્યોમાં પ્રથમ ક્રમે છે. સમગ્ર દેશમાં અને રાજ્યમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનાં માપદંડ માટે SDG 3 અંર્તગત દસ સૂચકાંકોની પસંદગી કરવામાં આવે છે. જે અંતર્ગત માતા મૃત્યુનું પ્રમાણ, પાંચ વર્ષ સુધીનાં બાળકોમાં મૃત્યુદર, રસીકરણ કવરેજ, ટ્યુબરક્યુલોસીસ (ટી.બી.), HIV, આત્મહત્યાનું પ્રમાણ, રોડ ટ્રાફીક અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ, સંસ્થાકિય પ્રસુતિનું પ્રમાણ, આરોગ્ય પર માસિક માથાદીઠ આઉટ ઓફ પોકેટ ખર્ચ તથા દર 10000ની વસ્તીએ ઉપલબ્દ્ધ ચિકિત્સક, નર્સ અને મિડવાઇફના ક્ષેત્રોમાં કરેલી કામગીરીનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાત સરકારે કરેલી અસરકારક કામગીરીના પરિણામે ગુજરાતની પસંદગી થઇ છે.

ગુજરાતની કામગીરી

નીતિ આયોગ દ્વારા આરોગ્ય ક્ષેત્રે સુચકાંકો નિયત કરાયા હતાં. તે સંદર્ભે ગુજરાતે કરેલી કામગીરીની વિગતો આપતાં તેમણે કહ્યું કે, 1 લાખ બાળકો જન્મે તેની સામે સમગ્ર ભારતમાં 113 માતાના મરણ નોંધાય છે. જેની સામે ગુજરાતમાં આરોગ્યની સુવિધાઓ અને સમયસરના અસરકારક પગલાને કારણે માતા મૃત્યુદરમાં ઘટાડો થઇ 75 માતાઓનું મરણ થાય છે. તેવી જ રીતે પાંચ વર્ષ સુધીના બાળકોના મૃત્યુદર ભારતના 36 બાળકોની સામે ગુજરાતમાં 31 છે. 1 લાખની વસ્તીએ ટી.બી. રોગના દર્દીઓને શોધી સમગ્ર દેશમાં 177ને સારવાર અપાય છે તેની સામે ગુજરાતમાં 232ને સારવાર આપવામાં આવે છે. ચેપ વગરના 1000ની વસ્તીએ દેશમાં અને ગુજરાતમાં HIVનું પ્રમાણ 0.05 છે.

એક લાખની વસ્તીએ રોડ ટ્રાફીક અકસ્માતમાં દેશમાં 11.5ના મૃત્યુ, ગુજરાતમાં 10.8

એક લાખની વસ્તીએ રોડ ટ્રાફીક અકસ્માતમાં દેશમાં 11.5ના મૃત્યુ થાય છે. જેની સામે ગુજરાતમાં તમામ વિભાગની અસરકારક કામગીરીને કારણે અકસ્માતથી મૃત્યુનું પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો 10.8 છે. સંસ્થાકીય પ્રસુતિનું પ્રમાણ દેશભરમાં 94.4 ટકા છે. જેની સામે ગુજરાતમાં 99.5 ટકા સંસ્થાકિય પ્રસુતિ થકી માતા અને બાળકોના મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. એ જ રીતે ઉપરોક્ત આરોગ્યની તમામ સેવાઓ આપવા માટે દર 10,000ની વસ્તીએ ઉપલબ્દ્ધ તબીબી અધિકારી, સ્ટાફનર્સ અને મીડવાઇફ સમગ્ર દેશમાં 37 છે, જ્યારે ગુજરાતમાં 41 છે.

ABOUT THE AUTHOR

...view details