ગાંધીનગર નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (national crime records bureau of india) દ્વારા ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથની (custodial death in gujarat) માહિતી જાહેર કરવામાં આવી છે, જેમાં ગત વર્ષે સમગ્ર ભારતમાં પોલીસ કસ્ટડીમાં 88 જેટલા વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા (latest gujarat crime news) હતા.
વાઘાણી પાસે નથી માહિતીઆમાંથી સૌથી વધુ આવા કસ્ટોડિયલ ડેથની સંખ્યા ગુજરાતમાં (custodial death in gujarat) નોંધાઈ છે. ગુજરાતમાં 23 કટોડીયલ મૃત્યુમાંથી 22 મૃત્યુ પોલીસ કસ્ટડીમાં અથવા જેલમાં મૃત્યુ નોંધાયા છે. ત્યારે આ મામલે ETV Bharatએ રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ પ્રધાન એવા જિતુ વાઘાણીને પ્રશ્ન (Gujarat Minister Jitu Vaghani) કર્યો હતો, જેમાં તેમણે તેમની પાસે આ પ્રકારની કોઈ માહિતી ન હોવાનું નિવેદન આપ્યું હતું.
માહિતી લઈને જાણ કરાશેનેશનલ ક્રાઈમ રિપોર્ટના (national crime records bureau of india) આંકડા બાબતે રાજ્ય સરકારના પ્રધાન જિતુ વાઘાણીને જ્યારે ETV Bharatએ પ્રશ્ન કર્યો હતો. તો આ બાબતે તેમણે પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે, અત્યારે તેમની પાસે કોઈ માહિતી નથી, પરંતુ આ બાબતની વધુ માહિતી લઈને જાણ કરવામાં આવશે. જ્યારે નેશનલ રિપોર્ટમાં (national crime records bureau of india) એ પણ ઉલ્લેખ કરવામાં આવે છે કે, કસ્ટોડિયલ ડેથમાં (custodial death in gujarat) ગુજરાતના 12 પોલીસ કર્મચારીઓની ધરપકડ પણ (police officers arrested for custodial death) કરવામાં આવી હતી.
કયા વર્ષમાં કેટલા કિસ્સા નોંધાયાવિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીમાં પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે (Petlad Congress MLA Niranjan Patel) રાજ્યમાં કસ્ટોડિયલ ડેથ (custodial death in gujarat) બાબતે પ્રશ્ન કર્યો હતો. તેમાં સરકારે જવાબ આપ્યો હતો કે, વર્ષ 2019માં 70 અને વર્ષ 2020માં 87 જેટલા કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ નોંધાઈ (custodial death in gujarat) છે. તેમાં પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પણ કડક પગલાં ભરવામાં આવ્યા છે. તો કુલ 3 પોલીસ ઈન્સ્પેકટર, 5 PSI, 15 કોન્સ્ટેબલ વિરુદ્ધ પગલાં ભરવામાં (latest gujarat crime news) આવ્યા છે.
આ પણ વાંચોચીખલી પોલીસ સ્ટેશનમાં ડેથ મામલે Aadivasi યુવાનોને ન્યાયની ડાંગ જિલ્લાનાં આગેવાનોની માગ