ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં ગેરકાયદે થતા દસ્તાવેજ પર લાગી રોક, વિધાનસભા ગૃહમાં કાયદો પસાર - ગાંધીનગર ન્યૂઝ

રાજ્યમાં અગાઉ ખોટી રીતે અને ગેરકાયદેસર રીતે થતાં દસ્તાવેજોને લઇને સરકારે લાલ આંખ કરી હતી. ત્યારે હવે આજે ગુરુવારે વિધાનસભા ગૃહમાં રજીસ્ટ્રેશન સુધારા બિલ પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે ગૃહમાં દસ્તાવેજ નોંધણી સુધારા બિલનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં બે કલાકની ચર્ચા બાદ વિધાનસભા ગૃહમાં સુધારા બિલ પસાર કરવામાં આવ્યું હતું.

Gujarat Legislative Assembly
રજીસ્ટ્રેશન સુધારા બિલ

By

Published : Sep 24, 2020, 9:48 PM IST

ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા નોંધણી સુધારા બિલની વાત કરીએે તો હવે રાજ્યમાં ગેરકાયદેસર રીતે થતાં દસ્તાવેજ ઉપર રોક લગાવી શકાશે. રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, મિલકતધારકો તથા ખેડૂતોના હક્કના રક્ષણ માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. સામાન્ય નાગરિક જો ઈચ્છે તો કોઈ વકીલ અથવા દસ્તાવેજ લખનારની મદદ વગર પોતાની જાતે જ ઓનલાઇન દસ્તાવેજો નોંધણી માટે રજૂ કરી શકશે. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી દબાણ કે છેતરપીંડીથી પણ દસ્તાવેજ પર રોક લગાવવામાં આવશે. આ માટે સરકારી કચેરીની માલમિલકત, શૈક્ષણિક સંસ્થા અને ધર્માદા ચેરીટેબલ ટ્રસ્ટની મિલકત વેચાણ વ્યવહાર માટે અધિકૃત વ્યક્તિને સક્ષમ અધિકારીની પૂર્વમંજૂરી લેવી પણ જરૂરી રહેશે. જેથી કોઈ પણ સરકારી કચેરીની માલમિલકત, શૈક્ષણિક સંસ્થા અને ધર્મના ચેરીટેબલ ટ્રસ્ટની મિલકત ગેરકાયદેસર રીતે વેચી નહીં શકાય.

કૌશિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રજિસ્ટ્રેશન એક્ટની કલમ-35 અન્વયે દસ્તાવેજ કરી આપવાનો સ્વીકાર અને ઇનકાર કરવામાં આવે ત્યારે તે કાર્યરીતિ સંબંધિત છે. રાજ્ય સરકારે આ સૂચિત સુધારામાં સરકાર કે સરકારી સત્તામંડળની મિલકતો રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના પ્રવર્તમાન કાયદાથી જો કોઈ વ્યવહાર પ્રતિબંધિત ઉપરાંત તેવી મિલકતોના વેચાણના કરાર વેચાણ ભાડાપટ્ટો બક્ષિસ અંગેના કોઈ દસ્તાવેજ નોંધવાના હોય ત્યારે અધિકૃત વ્યક્તિ સિવાય આવા દસ્તાવેજો કરી આપવામાં આવે. ત્યારે તેવા દસ્તાવેજો નોંધવાનો સબરજીસ્ટાર ઇનકાર કરી શકશે.

વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા રજીસ્ટ્રેશન એક્ટમાં જો કોઈ વ્યક્તિ છેતરપિંડીનું કામ કરે અથવા તો અધિકૃતિનો ઇરાદાપૂર્વ દુરુપયોગ કરે તો તેને 7 વર્ષ સુધી કેદની સજા અથવા મિલકતની બજાર કિંમત જેટલો દંડ અથવા સજા અને દંડ બંન્નેની જોગવાઈ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details