ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Assembly 2022: 'આવો નીતિન કાકા આવો ગુજરાતના ભાવિ મુખ્યપ્રધાન તમે છો' પ્રતાપ દૂધાત ઉવાચ્ - કોંગ્રેસના ધારાસભ્ય

કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA)પ્રતાપ દૂધાતે 'આવો નીતિન કાકા આવો ગુજરાતના ભાવિ મુખ્યપ્રધાન તમે છો' તેવું કહીને તેમનું સ્વાગત કર્યું હતું. તે સાંભળતા જ નીતિન પટેલના ચહેરા પર સ્મિત રેલાયું હતું.

Gujarat Legislative Assembly: 'આવો નીતિન કાકા આવો રાજ્યનાં મુખ્યપ્રધાન તમે છો' , પ્રતાપ દૂઘાત
Gujarat Legislative Assembly: 'આવો નીતિન કાકા આવો રાજ્યનાં મુખ્યપ્રધાન તમે છો' , પ્રતાપ દૂઘાત

By

Published : Mar 9, 2022, 9:28 PM IST

Updated : Mar 9, 2022, 9:37 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં(Gujarat Legislative Assembly) આજે પ્રશ્નોત્તરી અને બજેટની પુરાંત માંગણી ઉપર ખાસ્સી ચર્ચા કરવામાં આવી હતી મહત્વની વાત કરવામાં આવે તો વિધાનસભાગૃહમાં જ્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ગૃહમાં પ્રવેશ કર્યો ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે 'આવો નીતિનકાકા આવો રાજ્યનાં ભાવિ મુખ્યપ્રધાન તમે છો' તેવું કહીને તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારે નીતિન પટેલના ચહેરા પર સ્મિત રેલાયું હતું.

આ પણ વાંચો:National Volunteer Union: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની બેઠક અમદાવાદમાં યોજાશે, જાણો કયા છે મુદ્દા

કોરોનામાં ઉત્સવ

ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા(Former Leader of the Opposition) પરેશ ધાનાણીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે વિધાનસભા પ્રશ્નોત્તરી કાળમાં નવરાત્રી મહોત્સવ પાછળ છેલ્લા બે વર્ષમાં થયેલ ખર્ચ બાબતે રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં 27 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે આ મહોત્સવ દરમિયાન રાજ્ય બહારના અને વિદેશી મહેમાનો માટે રહેવા-જમવા ટ્રાન્સપોર્ટ અને તળપદા તથા અન્ય ખર્ચ માટે 2 વર્ષમાં 1.68 કરોડનો ખર્ચ હોવાનું વિધાનસભાગૃહમાં જવાબ આપવામાં આવ્યો.

આ પણ વાંચો:Indian Farmers Union: 15મી માર્ચ સુધીમાં બજેટમાં ફાળવેલી નર્મદા નીર માટે રકમની જોગવાઈ નહીં થાય તો થશે આંદોલન

પ્રશ્નોના અલગ અલગ જવાબ

વિધાનસભા પ્રશ્નોત્તરીમાં ગેનીબેન ઠાકોર દ્વારા અલગ અલગ પ્રશ્ન કરવામાં આવ્યા હતા જેમાં રાજ્ય સરકારે બસ સ્ટેન્ડમાં હોવા છતાં પણ તે જગ્યાએ બસ સ્ટેન્ડ ન હોવાની જાહેરાત કરી હતી. સાથે જ જગ્યાએ નવું બસ સ્ટેન્ડ બનાવવાનું છે તે જમીન હજુ સુધી પ્રાપ્ત થઇ નથી. ત્યારે આમાં કાર્યવાહી ચાલુ છે. તે અંગે જવાબ આપતા ગેનીબેન ઠાકોરે પોઈન્ટ ઓફ ઓર્ડર (Point of order)ઉઠાવ્યો હતો અને રાજ્ય સરકાર આ બાબતે સરખો જવાબ આપે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે અધ્યક્ષ નીમાબેન આચાર્યએ રાજ્યના કેબિનેટ માર્ગ અને મકાન પ્રધાનને (Minister of State for Roads and Housing)રૂબરૂ મળીને ચર્ચા કરવાની સૂચના પણ આપી હતી.

Last Updated : Mar 9, 2022, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details