- અમદાવાદમાં MSME ટાવરનું ઉદ્ઘાટન કર્યું
- આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાચું થશે
- ગુજરાતમાં ચીનમાં બંધ થતી ઇન્ડસ્ટ્રી શરૂ કરવી જોઇએ
ગાંધીનગર: ભારત સરકારના MSME મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ આજે શનિવારે અમદાવાદમાં નવી ઈમારત 'MSME ટાવર'નું ઉદ્ઘાટન કર્યું હતું. નારાયણ રાણેએ MSMEની અમદાવાદની નવી ઈમારત (MSME tower in ahmedabad)ના ઉદ્ઘાટન પ્રસંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ નવી ઈમારતમાં MSMEને સંબંધિત એવી જરૂરી તમામ સુવિધાઓ છે, જેનો લાભ ગુજરાતના યુવાઓ, ઉદ્યોગ સાહસિકોને મળશે. રાણેએ વધુમાં કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભરભારત (role of msme in self reliant india)નું સપનું જોયું છે, જેમાં MSMEનું યોગદાન મહત્વપૂર્ણ બની રહેશે.
અમિત શાહે ભૂમિપૂજન કર્યું હતું
રાણેએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાત દેશના આર્થિક વિકાસ (gujarat in india's economic development)નું એન્જિન છે અને તેમાં ગુજરાતના MSMEની ભૂમિકા ખૂબ અગત્યની રહી છે. તેમણે કહ્યું હતું કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો કૃષિ ક્ષેત્ર પછી દેશના અર્થતંત્રમાં દેશના 40 ટકા આઉટપુટ, દેશની 49 ટકા નિકાસ અને નિષ્ણાત રોજગારી પૂરી પાડવાની સાથે યોગદાન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અમદાવાદની મુલાકાત દરમિયાન રાણે (narayan rane in ahmedabad) કહ્યું હતું કે, અગાઉ MSMEની આ નવી ઈમારત માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભૂમિપૂજન કર્યુ હતું. એ સમયે અમિત શાહને વિશ્વાસ હશે કે આ ઈમારત ઘણી જ સુવિધાજનક અને ઉપયોગી બનશે, એ વિશ્વાસ સાચો ઠર્યો છે એ આ ઈમારત નિહાળીને મને લાગ્યું છે.
ચીનમાં MSME ક્ષેત્રની કેટલીક ઈન્ડસ્ટ્રીઝ બંધ થઈ રહી છે
કેન્દ્રીય પ્રધાન રાણે (Narayan Rane in Gujarat)એ જણાવ્યું હતું કે, ગુજરાતના MSME ક્ષેત્ર પાસે અનેક સંભાવનાઓ રહેલી છે. તેમણે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, ચીનમાં MSME ક્ષેત્રે કેટલીક ઈન્ડસ્ટ્રીઝ એવી છે જે બંધ થઈ રહી છે. ગુજરાતના MSME ક્ષેત્રના લોકોએ તેનો અભ્યાસ કરીને ચીનમાં બંધ થતી ઈન્ડસ્ટ્રીઝ (msme industries in china) શરૂ કરવા માટે પ્રયાસો કરવા જોઈએ, જેનાથી આગળના સમયમાં નિકાસ ક્ષેત્રે પણ સફળતા મળશે.