ન્યૂઝ ડેસ્કઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાકા કોરોના વાઇરસે ગુજરાતને પણ પોતાની ઝપેટમાં લઇ લીધું છે. ગુજરાતમાં શનિવાર સુઘીમાં કુલ 58 કેસ પોઝિટિવ આવ્યા છે, ત્યારે આ વચ્ચે ગીર સોમનાથમાં પણ એક કેસ પોઝિટિવ સામે આવ્યો હતો. જ્યારે અમદાવાદમાં કુલ 3 વ્યક્તિની મોત થયા છે અને રાજ્યમાં મોતનો આંકડો 5 પર પહોંચ્યો છે.
અમદાવાદની સ્થિતિ
સપનાના શહેર તરીકે પ્રખ્યાત અમદાવાદમાં શનિવારે કોરોના પોઝિટિવ એક મહિલાના મોતના સાથે ગુજરાતમાં કોરોનાને કારણે કુલ પોઝિટિવ કેસનો આંક 58 પર પહોંચ્યો હતો, ત્યારે રવિવારે પણ શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવનું મોત થયું છે. જેની ઉંમર 45 વર્ષ હતી. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ થનારાનો આંકડો 5 પર પહોંચ્યો છે.
રાજકોટની સ્થિતિ
કોરોનાએ રંગીલા રાજકોટને પણ પોતાની ઝપેટમાં લઇ લીધું છે. રાજકોટમાં શનિવાર સુધીમાં કુલ 8 કેસ પોઝિટિવ જોવા મળ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં 669 દર્દીને ઓબ્ઝેર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
વડોદરાની સ્થિતિ
વડોદરામાં શનિવાર સુધી 9 કેસ પોઝિટિવ નોંધાયા છે. વડોદરામાં 48 કલાક બાદ એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે બીજી તરફ શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના આઇસોલેશનમાં 4 વ્યક્તિઓને કોરોનાના શંકાસ્પદ દર્દીઓ તરીકે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.