ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ 209 જેટલી ટ્રેન દોડાવવામાં આવી છે. જ્યારે હજુ બીજી 30 ટ્રેન દોડાવવામાં આવશે જેમાં અમદાવાદ રેલ્વે સ્ટેશનથી નવી 9 ટ્રેન દોડશે જેમાંથી 8 ટ્રેન યુપી અને છત્તીસગઢ જશે, જ્યારે સુરતથી 8 નવી ટ્રેનો દોડશે જેમાં 4 યુપી, 2 ઝારખંડ અને 1 ઓરિસ્સા તરફ જશે. આ ઉપરાંત રાજકોટ રેલ્વે સ્ટેશનથી 3 ટ્રેન જશે જેમાં 2 યુપી અને 1 એમ.પી. તરફ, જ્યારે મહેસાણા, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, આણંદ, નડિયાદ, વાપી રેલ્વે સ્ટેશનથી એક અથવા તો 2 ટ્રેન દોડશે.
અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતુ કે રાજ્યમાં રોજગારી માટે આવેલા અન્ય રાજ્યના શ્રમિકોને પોતાના વતન મોકલવાનુ કામ ઝડપથી આગળ વધી રહ્યુ છે. જેમાં અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાંથી કુલ 209થી વધુ ટ્રેનો અન્ય રાજ્ય તરફ મોકલવામાં આવી છે.