ગુજરાત

gujarat

ETV Bharat / city

Indian Army Rally Agniveer Bharti 2022 અગ્નિવીર ભરતી જાહેર તારીખો સહિત બધું જાણો એક ક્લિકમાં - અગ્નિવીર જોબ એલર્ટ 2022

ગુજરાતના યુવાનો માટે ભારતીય સેનામાં જોડાવા માટે ગુજરાત ભારતીય સેના રેલી અગ્નિવીર ભરતી 2022ની જાહેરાત કરવામાં આવી છે. આ માટે ઓનલાઈન ભરતી પ્રક્રિયા યોજાશે. કઇ રીતે સમગ્ર પ્રક્રિયા રહેશે અને તેના નીતિનિયમો તેમ જ શિડ્યૂલ વગેરેની માહિતી પણ બહાર પાડવામાં આવી છે. Gujarat Indian Army Rally Agniveer Bharti 2022,Agniveer recruitment 2022 apply online, Agniveer Recruitment Rules

Gujarat Indian Army Rally Agniveer Bharti 2022 અગ્નિવીર ભરતી જાહેર તારીખો સહિત બધું જાણો એક ક્લિકમાં
Gujarat Indian Army Rally Agniveer Bharti 2022 અગ્નિવીર ભરતી જાહેર તારીખો સહિત બધું જાણો એક ક્લિકમાં

By

Published : Aug 20, 2022, 2:06 PM IST

Updated : Aug 20, 2022, 5:23 PM IST

ગાંધીનગરગુજરાત રાજ્યના યુવાનો માટે અગ્નિપથ યોજના અંતર્ગત ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવા માટે આર્મી રિક્રૂટિંગ ઓફિસ, અમદાવાદ દ્વારા તારીખ 15 ઓક્ટોબરથી 08 નવેમ્બર 2022 દરમિયાન અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એરેના નવરંગપુરા ખાતે યોજાશે. ગુજરાત ઇન્ડિયન આર્મી રેલી અગ્નિવીર ભરતી 2022 ની ભરતી પ્રક્રિયામાં ગુજરાતના 20 જિલ્લાઓ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો માટે ભરતી કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ ભરતીમાં જોડાવા માગતા ઉમેદવારોએ 3 સપ્ટેમ્બર 2022 સુધી joinindianarmy.nic.in વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને અરજી કરવાની રહેશે.

કયા જિલ્લા માટે યોજાશે ભરતીગુજરાતના અમદાવાદ આણંદ વલસાડ તાપી ડાંગ નવસારી સાબરકાંઠા વડોદરા મહેસાણા સુરત બનાસકાંઠા નર્મદા મહીસાગર ગાંધીનગર અરવલ્લી છોટા ઉદેપુર ભરૂચ ખેડા દાહોદ પંચમહાલ જેવા 20 જિલ્લાઓ અને દમણ તેમજ દાદરા નગર હવેલી એમ2 કેન્દ્રશાસિત પ્રદેશોને આ ભરતી અંતર્ગત આવરી લેવામાં આવ્યાં છે. આ પ્રક્રિયામાં નેપાળી ડોમિસાઇલ ગોરખા લોકો ભાગ લઈ શકશે નહીં.

ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી માટેની ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયાભરતી રેલીના શેડ્યૂલના આધારે ઉમેદવારોએ આર્મીમાં પાત્રતા આધારિત કારકિર્દી વિકલ્પ માટે www.joinindianarmy.nic.in વેબસાઇટ પર ઓન-લાઇન અરજી કરવાની રહેશે. ત્યારબાદ ઉમેદવારોને તેમના શારીરિક પરીક્ષણો અને મેડિકલ માટે ચોક્કસ સ્થળ તારીખ અને સમયે બોલાવવામાં આવશે. આ બાબતની જાણ તેમના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી મોબાઈલ નંબર પર કરવામાં આવશે. તેથી તમામ અરજદારો પાસે માન્ય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો ફરજિયાત છે. ઉમેદવારોએ અરજી ઓનલાઇન કરવી ફરજિયાત છે. જે ઉમેદવારો ઓનલાઈન નોંધણી કરાવતા નથી તેઓને ભરતી રેલીમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો IAF Agniveer 2022: એરફોર્સ અગ્નિવીર ભરતીમાં ઓનલાઈન નોંધણીમાં રેકોર્ડ, 7.4 લાખ અરજીઓ નોંધાઈ

કયા દસ્તાવેજો જોઇશે ઓનલાઈન નોંધણી અને અરજી કરવા માટે ઉમેદવારો પાસે જે દસ્તાવેજો હોવા જરુરી છે તેમાં શિક્ષણ પ્રમાણપત્રો અંગત વિગતો ડોમિસાઇલ સર્ટિફિકેટ માન્ય ઈમેલ આઈડી જેના પર સ્થળ તારીખ સમય રિપોર્ટિંગ ટાઈમની વિગતો દર્શાવતું એડમિટ કાર્ડ આ ID પર મોકલવામાં આવશે તથા અંગત મોબાઇલ નંબર જરુરી છે.

ઓનલાઇન એપ્લિકેશન માટેની સમયરેખા આ મુજબ છે બધા ઉમેદવારોએ joinindianarmy.nic.in વેબસાઈટ પર લોગ ઇન કરીને તેમની પાત્રતાની સ્થિતિ તપાસીને તેમની પ્રોફાઇલ બનાવવાની રહેશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન અને અરજી પ્રક્રિયા 03 સપ્ટેમ્બર 2022ના રોજ બંધ થશે. ઉમેદવારો 25 સપ્ટેમ્બર, 2022 પછી વેબસાઈટ પર લૉગિન કરીને એડમિટ કાર્ડની પ્રિન્ટઆઉટ લઈ શકશે. જેને તેઓએ ભરતી સ્થળ પર સાથે રાખવાનું રહેશે.

આ પણ વાંચો 1999ના કારગિલ યુદ્ધ પછી પહેલીવાર સામે આવ્યો 'અગ્નિપથ' યોજનાનો વિચાર

કઇ રીતે જાણ કરાશે ભરતી માટેનું પ્રવેશપત્ર 18 સપ્ટેમ્બર 2022થી 25 સપ્ટેમ્બર 2022 સુધી રજિસ્ટર્ડ ઈમેલ આઇડી પર મોકલવામાં આવશે. ઉમેદવારે પ્રવેશ પત્રમાં દર્શાવેલ તારીખ અને સમયે સ્થળ પર પહોંચવું ફરજિયાત છે. તારીખ અને સ્થળ કામચલાઉ છે અને તેમાં ફેરફાર થઈ શકે છે. મેદવારો પ્રવેશપત્રના આધારે જ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. ભરતી સમયે તેમણે પ્રવેશપત્રની પ્રિન્ટ-આઉટ સાથે રાખવાની રહેશે. ઓનલાઇન રજિસ્ટ્રેશન અંગે મદદ મેળવવા માટે ઉમેદવારો આર્મી રિક્રુટિંગ ઓફિસ અમદાવાદનો આ બે નંબર પર સંપર્ક સાધી શકશે 079-22861338 અને 9998553924

અગત્યની સૂચનાઓ આ ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોએ જાણવું જરુરી છે કે ઓનલાઈન નોંધણીનો અર્થ એવો નથી થતો કે ઉમેદવારે ભરતી માટેના તમામ માપદંડો પૂરા કર્યા છે. તેમની નોંધણી અનુગામી ચકાસણીને આધીન છે અને જો કોઈ પણ સમયે અયોગ્ય કે અમાન્ય જણાય તો નકારી શકાય છે. અરજદારોને અગત્યની સૂચનાઓ અને અપડેટ્સ માટે આર્મીની વેબસાઇટ www.joinindianarmy.nic.in અને તેમના મેઇલ આઈડીને નિયમિતપણે તપાસવાની સલાહ આપવામાં આવે છે. ઉમેદવારોને કોઈ પણ પ્રકારના એજન્ટો કે એજન્સીઓની લાલચમાં નહીં આવવાની સલાહ આપવામાં આવે છે . જાહેરાતમાં અને વેબસાઇટ પર આપેલા નિયમો અને શરતો ફેરફારને આધીન છે અને તેથી તેને માત્ર માર્ગદર્શિકા તરીકે જ ગણવાની છે. કોઈપણ અસ્પષ્ટતા હોય તેવા કિસ્સામાં ભારતીય સેના અને ભારત સરકારના હાલના નીતિ નિયમો અને વિનિયમો અંતિમ ગણાશે.

Gujarat Indian Army Rally Agniveer Bharti 2022, Agniveer Recruitment 2022, Agniveer recruitment 2022 apply online, Agniveer registration schedule 2022, Agniveer Recruitment Rules, Agniveer Job Alert 2022 ગુજરાત ઇન્ડિયન આર્મી રેલી અગ્નિવીર ભરતી 2022, અગ્નિવીર ભરતી 2022, અગ્નિવીર ભરતી 2022 ઓનલાઈન અરજી, અગ્નિવીર નોંધણી શેડ્યૂલ 2022, અગ્નિવીર ભરતી નિયમો, અગ્નિવીર જોબ એલર્ટ 2022

Last Updated : Aug 20, 2022, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details