ન્યુઝ ડેસ્ક : રાજયના હવામાનમાં હવે ઠંડીનું પ્રમાણ નહિવત્ છે અને ગરમીમાં દિવસેને દિવસે વધારો (Gujarat Heatwave Warning) થઈ રહ્યો છે. રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો સતત ઉપર ચડી રહ્યો છે, ત્યારે અમદાવાદ MET (Meteorological Department Weather)ના ડાયરેક્ટર, મનોરમા મોહંતી જણાવે છે કે, ગુજરાતમાં હીટવેવની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 24 કલાક અને ઉત્તર ગુજરાતમાં આગામી 48 કલાક હીટવેવ રહેશે. હીટવેવ 2 દિવસ પછી ઘટશે પરંતુ તાપમાન ઊંચુ રહેશે.
આ પણ વાંચો:CM To BSF Bike Riders: નારીશક્તિની ભાગીદારીથી જ ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવી શકાશે
લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા: રાજ્યમાં બપોર સુધીમાં ધોમ ધખતા તાપથી તાપમાનનો પારો 39 ડિગ્રીથી 42 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી ભારે તાપ જોવા મળી રહ્યો છે. તો ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. DG, IMD ડૉ. મૃત્યુંજય મહાપાત્રા જણાવે છે કે, ખાસ કરીને મધ્ય ભાગમાં માર્ચ મહિનામાં હીટવેવ વિકસી છે, કારણ કે આ સમયે અહીં તાપમાન વધુ હોય છે. તે દક્ષિણ ખંડીય પવનને કારણે છે, પરંતુ પરિસ્થિતિ બદલાઈ રહી છે. આવતીકાલથી તાપમાન ઘટશે..