ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. જ્યારે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની પણ રાજ્યમાં અછત છે. તે દરમિયાન જૂનાગઢના 4 ડૉક્ટરોએ રાજીનામું આપી દીધું હતું. તે ઘટનાને ધ્યાનમાં લઈને હવે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. હવેથી રાજ્યના કોઈપણ ડોક્ટર કે આરોગ્ય વિભાગના કર્મચારીઓનું રાજીનામું સ્વીકારવામાં નહીં આવે.
રાજ્યના આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ દ્વારા આજે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફના કર્મચારીઓ રાજીનામું નહીં આપી શકે. જો કોઈપણ અધિકારી કે કર્મચારી રાજીનામું આપશે તો રાજીનામું સ્વીકારવામાં આવશે નહીં.