ગાંધીનગર : ગુજરાત 21મી સદીમાં નોલેજ એન્ડ આઉટસોર્સીંગનું હબ (Knowledge and Outsourcing Hub) બનાવવા માટે મહત્વપૂર્ણ MoU કર્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એનાલિટીક્સ બિઝનેસ સોલ્યુશન્સ ઇન્ડિયા પ્રાયવેટ લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં MoU (Gujarat Govt MoU) કરવામાં આવ્યા છે. આ MoU અન્વયે આગામી પાંચ વર્ષમાં 250 કરોડના સુચિત રોકાણ સાથે એનાલિટીક્સ સોલ્યુશન્સ રાજ્યમાં 1500 થી 2000 હજાર જેટલા યુવાઓને IT અને ITES સેક્ટરમાં કૌશલ્યવર્ધનથી રોજગાર અવસર ઉપલબ્ધ કરાવશે.
યુવાઓને રોજગાર -મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે તાજેતરમાં IT અને ITES પોલિસી (IT and ITES Policy) 2022-27 જાહેર કરેલી છે. આ પોલિસીનો હેતુ રાજ્યમાં આ બેય ક્ષેત્રોમાં યુવાશક્તિના કૌશલ્યને નિખાર આપી રોજગારી તથા નાના મોટા MSME દ્વારા આત્મનિર્ભર બનાવવાનો છે. એટલું જ નહિ, એકાઉન્ટિગ એન્ડ ફાઇનાન્સ, હેલ્થકેર, એવી એન્ડ ESS, HR, ડેટા મેનેજમેન્ટ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં IT અને ITES નો મહત્તમ ઉપયોગ માટે નવી પોલિસીમાં (Gujarat Govt Signs MoU) પ્રોત્સાહનો જાહેર થયેલા છે.