ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતના બે કેબિનેટ પ્રધાનના ખાતા છીનવાયા હર્ષ સંધવીની જવાબદારી વધી

ગાંધીનગર ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. જેમાં બે કેબિનેટ પ્રધાનના ખાતા છીનવાયા છે. પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી ખાતા છીનવાયા છે. રાજેન્દ્ર ત્રિવેદી પાસે મહેસુલ ખાતુ હતું અને પૂર્ણેશ મોદી પાસે માર્ગ અને મકાન ખાતું હતું. રાજેન્દ્ર ત્રિવેદીનો હવાલો હર્ષ સંઘવીને અપાયો છે. Gujarat Govt Decision, Cabinet Minister Gujarat, Harsh Sanghvi Home ministry

Etv Bharatગુજરાતના બે કેબિનેટ પ્રધાનના ખાતા છીનવાયા હર્ષ સંધવીની જવાબદારી વધી
Etv Bharatગુજરાતના બે કેબિનેટ પ્રધાનના ખાતા છીનવાયા હર્ષ સંધવીની જવાબદારી વધી

By

Published : Aug 20, 2022, 8:37 PM IST

Updated : Aug 20, 2022, 9:42 PM IST

ગાંધીનગર ગુજરાત સરકારે મોટો (Gujarat Govt Decision) નિર્ણય કર્યો છે. જેમાં બે કેબિનેટ (Cabinet Minister Gujarat) પ્રધાનના ખાતા છીનવાયા છે. પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી ખાતા (Portfolio of Rajendra Trivedi) છીનવાયા છે. રાજેન્દ્ર ત્રિવેદી પાસે મહેસુલ ખાતુ હતું અને પૂર્ણેશ મોદી (Portfolio of Purnesh Modi) પાસે માર્ગ અને મકાન ખાતું હતું. રાજેન્દ્ર ત્રિવેદીનો હવાલો હર્ષ સંઘવીને અપાયો છે. જ્યારે પૂર્ણેશ મોદીનો હવાલો જગદીશ પંચાલને આપવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આ પગલાંને અનેક દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો મગરમચ્છની પીઠસમાન રસ્તાથી પાટણની પ્રજા પરેશાન, તંત્રનું મૌનવ્રત

રાજકીય લોબીમાં ચર્ચા ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આ બન્ને પ્રધાન સિનિયર પ્રધાન મનાતા હતા. હકીકત એવી પણ છે કે, કેબિનેટ મંત્રી તરીકે જીતુ વાઘાણી, રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્ણેશ મોદી, ઋષિકેશ પટેલ તેમજ રાઘવજી પટેલે એક સાથે શપથ લીધા હતા. જોકે, આ પોર્ટફોલિયો એમની પાસેથી શા માટે છીનવાયો એ અંગે કોઈ કારણ સામે આવ્યું નથી. જોકે, વિધાનસભાની ચૂંટણી પહેલા જે તે નેતાઓનો બફાટ અને મનફાવે એવા નિવેદનની પણ નોંધ લેવાતી હોય છે. આ શક્યતાઓ રાજકીય લોબીમાં હાલમાં ચર્ચામાં છે. બે પ્રધાનોના ખાતા છીનવાતા ગુજરાતના રાજકારણમાં ફરી કોઈ ગરમાવો આવી શકે એવા એંધાણ વર્તાય છે.

રૂપાણીનું રાજીનામું સરકાર માટે શનિવારનો દિવસ ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે 11 સપ્ટેમ્બર અને શનિવારે મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું અને સંપૂર્ણ સરકાર બદલાઈ ગઈ ત્યારે આજે 20 ઓગસ્ટ અને શનિવારના દિવસે જ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ એ બે મહત્વના નિર્ણય કર્યા છે. પૂર્ણેશ મોદી કે જેઓને નવી સરકારમાં માર્ગ મકાન વિભાગ અને ટ્રાન્સપોર્ટ તથા યાત્રાધામનો હવાલો સોંપવામાં આવ્યો હતો પરંતુ અમુક કારણોસર તેમની પાસેથી પણ માર્ગ અને વિભાગ માર્ગ અને મકાન વિભાગ નો પોર્ટફોલિયો લઈ લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઝૂ સામે દાખલ કરાયેલી પિટિશન સુપ્રીમ કોર્ટમાં ફગાવાઇ

આવું હોઈ શકેસૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા અનેક મહેસુલ વિભાગની કચોરીઓમાં અચાનક રેડ પાડવામાં આવતી હતી. ભ્રષ્ટાચાર વિરોધીની કામગીરી પણ કરવામાં આવતી હતી. જે અમુક અધિકારીઓને ગમતી ન હતી. જ્યારે અગાઉ પણ બંધ બારણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ટિપ્પણી કરી હતી કે રાજેન્દ્ર ત્રિવેદી ક્યાં રેડ પાડવાના છે અને જો રેડ જ પાડવી હોય તો તેઓ ક્યારેક કોર્ટમાં પણ જાય. વકીલો શું કરી રહ્યા છે તેનું પણ ધ્યાન રાખે તેવી પણ ટિપ્પણી કરી હતી. રાજેન્દ્ર ત્રિવેદીની કામગીરીને ધ્યાનમાં લઈને પણ તેમની પાસેથી હવાલો પરત ખેંચવામાં આવ્યો હોવાનું પણ સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

પૂર્ણેશ મોદીરાજ્યમાં જે રીતનો વરસાદ પડ્યો હતો અને રોડ દસ્તા ખરાબ થઈ ગયા હતા. મોદીએ પોતાના નામની પુણેસ મોદી એપ્લિકેશનથી લોકો સમક્ષ પહોંચ્યા હતા. પુણેશ મોદી એપ્લિકેશન ઉપર જ ફરિયાદ કરવામાં આવતી હતી. રાજ્ય સરકાર સાઇડમાં જતી હતી અને મોદી આગળ વધી રહ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો એ વિધાનસભા ગૃહની અંદર જ વિરોધ કર્યો હતો કે તેઓને રોડ રસ્તાના ગ્રાન્ટ હજી સુધી પ્રાપ્ત થઈ નથી. પેપર હજુ પણ પેન્ડિંગ છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો લઈને વિપક્ષ ફાવે નહીં તેને ધ્યાનમાં લઈને પણ પુણૅજ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગ નો હવાલો પરત ખેંચવામાં આવ્યો હોવાનું સૂત્ર તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

Last Updated : Aug 20, 2022, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details