- CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
- નવા વેરિયન્ટને લઈને તૈયારીઓ બાબતે થશે ચર્ચા
- વાઈબ્રન્ટ ગુજરાત 2022ની થશે સમીક્ષા
ગાંધીનગર:કેન્દ્ર સરકાર (Cabinet Meeting Gujarat) દ્વારા તમામ દેશના મુખ્ય સચિવને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં 11 દેશોને AT RISK ઉપર મુકવામાં આવ્યા છે, જેમાં સાઉથ આફ્રિકા અને યુરોપના તમામ દેશોનો સમાવેશ થાય છે, ત્યારે નવા વેરિયન્ટ બાબતે પણ ગુજરાતમાં કઈ રીતેની વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે તે બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઇ શકે છે, આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત 2022 (Vibrant Gujarat 2022) મહોત્સવમાં કોઈ સંક્રમણ ન ફેલાય તે બાબતે રાજ્ય સરકારનું આયોજન શું છે, તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો:ગાંધીનગરમાં 140 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે બનશે નિવાસસ્થાનો
શિક્ષણની પેટર્ન પર થશે ચર્ચા
રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ફક્ત એક વર્ષ માટે શિક્ષણની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ધોરણ 9થી 12ની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કર્યો છે, જેમાં 30 ટકા વૈકલ્પિક અને 70 ટકા વર્ણાત્મક પ્રશ્નપત્ર પુછવામાં આવશે, ત્યારે આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે, પેપરની બ્લૂપ્રિન્ટ કઈ રીતની રહેશે ક્યાં પ્રશ્નોને અને ક્યા ચેપ્ટરને વધુ મહત્વ આપવામાં આવશે,0 તે બાબતે પણ કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાય શકે છે.