ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યના વન પ્રધાને વર્ગ 3ની વનરક્ષકની ભરતીની જાહેરાત કરી કહ્યું પરીક્ષાની સંપૂર્ણ પ્રક્રિયા થશે ઝડપી - સીધી ભરતી ફોરેસ્ટ ગાર્ડ વર્ગ 3

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની જાહેરાત પહેલા રાજ્ય સરકારે મહત્વની જાહરાતો કરી છે. જેમાં શિક્ષકોની ભરતીની જાહેરાત થઈ હતી. હવે આજે રાજ્ય સરકારે સીધી પદ્ધતિ દ્વારા વન વિભાગ હસ્તકની વર્ગ 3ની વનરક્ષકની ભરતીની ઝાહરાત કરી છે. જેમાં રાજ્યના વન પ્રધાને ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી અને અન્ય ફોર્મ ભરવા સમયે મુશ્કેલી ન પજે તે માટે ઉમેદવારોને વિનંતી છે

રાજ્યના વન પ્રધાને વર્ગ 3ની વનરક્ષકની ભરતીની જાહેરાત કરી કહ્યું પરીક્ષાની સંપૂર્ણ પ્રક્રિયા થશે ઝડપી
રાજ્યના વન પ્રધાને વર્ગ 3ની વનરક્ષકની ભરતીની જાહેરાત કરી કહ્યું પરીક્ષાની સંપૂર્ણ પ્રક્રિયા થશે ઝડપી

By

Published : Oct 18, 2022, 5:57 PM IST

ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) પહેલાં રાજ્ય સરકાર હવે અનેક જાહેરાતો કરી રહી છે. અગાઉ શિક્ષકોની ભરતીની જાહેરાત (Teacher Recruitment announcement ) કર્યા બાદ આજે રાજ્ય સરકારે દ્વારા વન વિભાગ હસ્તકની વર્ગ 3ની વનરક્ષકની 823 જગ્યાઓ સીધી પદ્ધતિથી ભરવાની ( Forest Guard Class 3 Recruitment) રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાતકરવામાં આવી છે.

કીરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે ફોર્મની ખરાઈ કર્યા પછી માન્ય ફોર્મની સંખ્યા મુજબ પરિક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા વગેરે ધ્યાને લઈને શકય તેટલી જલદી પરિક્ષા લઈ સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

તમામ પ્રક્રિયા ઓનલાઈન રાજ્યના વન પ્રધાન (Forest Minister of Gujarat) કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, વન વિભાગ હસ્તકની વનરક્ષક(બીટગાર્ડ)ની વર્ગ 3ની કુલ 823 જગ્યાઓ સીધી ભરતીથી કરાશે. આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. જેમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા (Forest Guard Recruitment online form submission) 1 નવેમ્બર 2022થી 15 નવેમ્બર 2022 સુધીની રહેશે. આ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે epay સિસ્ટમ (epay system for paying fees) લાગુ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઈને ફી ભરી શકશે.

ઝડપી પ્રક્રીયા પુર્ણ થશેકિરીટસિંહ રાણાએ વધુમાં જણાવ્યું હતું કે, ફોર્મની ખરાઈ કર્યા પછી માન્ય ફોર્મની સંખ્યા મુજબ પરીક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા વગેરે ધ્યાને લઈને શક્ય તેટલી જલ્દી પરીક્ષા લઈ સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી ( quick exam process) પૂર્ણ કરવામાં આવશે. આ પરીક્ષા માટે લાયકાત ધરાવતાં ઉમેદવારોને વિનંતી છે કે, પોતાના જરૂરી પ્રમાણપત્રો અધતન કરાવી લે જેથી ફોર્મ ભરવા સમયે મુશ્કેલી ન આવે.

આદિવાસીઓના ઉત્થાન માટે મદદરૂપરાજ્ય સરકાર દ્વારા યુવાનોના હિતમાં ત્વરિત નિર્ણય લઈ અગાઉ વહીવટી કારણોસર મોકૂફ રહેલી ભરતી પરિક્ષા પૂર્ણ કરી, નવેસરની ખાલી પડેલી જગ્યાઓ અંગે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. બીટગાર્ડ વન અને વન્યપ્રાણીનું સંરક્ષણ અને સંવર્ધન (Wildlife conservation and breeding) માટે ખુબ જ પાયાની પોસ્ટ છે. સરકારને વિશ્વાસ છે કે આવા બીટગાર્ડ મળવાથી વન, વન્યપ્રાણીઓનું સંરક્ષણ સંવર્ધન અને વનોના આજુબાજુ રહેતા આદિવાસીઓના ઉત્થાન માટે મદદરૂપ થશે.

ગત ભરતીમાં 48 બેઠકો ખાલી રહીઅત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વનરક્ષકની કુલ 334 જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતીથી કરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ 334 જગ્યાઓની ભરતી અંગેની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી, ખાલી પડેલ બીટગાર્ડ, વર્ગ 3ની ભરતી અંગેની નવી ભરતી પ્રક્રિયા પણ તરત જ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો. જે અનુસાર પરીક્ષા શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ કરાઈ છે. આ 334 જગ્યાઓમાંથી સફળ ઉમેદવારો 283 જેમાં 48 જગ્યાઓ ખાલી રહી છે. જેમાં નવી 775 જગ્યાઓ ઉપરાંત બાકી રહેલી 48 એમ મળી કુલ 823 જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details