- માર્ગ અને મકાન વિભાગનું 'માર્ગ મરામત મહાઅભિયાન'
- તૂટેલા રસ્તાઓને રીપેર કરવા માટે કેબિને પ્રધાન પૂર્ણેશ મોદીએ કરી જાહેરાત
- 10 ઑક્ટોબર સુધી રાજ્યના તૂટેલા રસ્તાઓ રીપેર કરવામાં આવશે
- વ્હોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો, જેમાં તૂટેલા રસ્તાની વિગતો મોકલવાની રહેશે
ગાંધીનગર: રાજ્યમાં વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ તૂટી ગયા છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ સોમવારના રોજ તૂટેલા રોડ રસ્તાનું રીપેરીંગ કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને 1 ઑક્ટોબરથી 10 ઑક્ટોબર વચ્ચે રાજ્યના તમામ રસ્તાઓ મોટરેબલ થઈ જશે તેવી જાહેરાત કરી છે. આ માટે સ્પેશિયલ એક પોસ્ટર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં રોડ-રસ્તા ખરાબ હોય અને મરામત કરવાની હોય તેવા રોડના ફોટો વિસ્તાર, તાલુકા, જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર, મોબાઈલ નંબર અને સરનામા સાથેની વિગતો રાજ્ય સરકારને મોકલવાની રહેશે. ત્યારબાદ 12 કલાકની અંદર જ 7 હજાર જેટલી અરજીઓ રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ છે.
માર્ગ મકાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો નંબર
સોમવારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ જાહેરાત બાદ મંગળવારના રોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક WhatsApp નંબર જાહેર કર્યો છે જેમાં જે પણ રસ્તાઓ વરસાદને કારણે તૂટી ગયા અથવા બિસ્માર હાલતમાં હોય તેની ફોટા સાથે રાજ્ય સરકારમાં ફરિયાદ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
7000 જેટલી ફરિયાદ મળી