ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે અનેક પ્રયાસ થઈ (Efforts to raise the level of education in Gujarat) રહ્યા છે. ત્યારે આજના વર્તમાન સમયમાં બાળકોમાં એક ખાસ પ્રકારના કૌશલ્યનો વિકાસ થાય અને વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને. તે માટે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ (Gujarat Department of Labor and Employment) દ્વારા રાજ્યની 50 ITIમાં આગામી જુલાઈ મહિનાથી ડ્રોન કોર્સ શરૂ કરવામાં (Drone Course to start in ITIs of Gujarat) આવશે. જોકે, ખાનગી ક્ષેત્રમાં આ કોર્સની કિંમત 50,000 રૂપિયાથી વધુની છે, પરંતુ રાજ્ય સરકારની ITI અને કૌશલ્ય યુનિવર્સિટીમાં ખૂબ જ નજીવા દરે આ કોર્સ શરૂ કરાશે. આ કોર્સ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) દ્વારા શરૂ કરવામાં આવી રહ્યો છે.
કૌશલ્ય યુનિવર્સિટી અને 50 ITIમાં કોર્સ શરૂ થશે -રાજ્યના ઔદ્યોગિક તાલીમ સસ્થામાંથી (Industrial Training Institute) મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર આગામી દિવસોમાં યુનિવર્સિટી અને ITIમાં આ ડ્રોન કોર્સ કરવા જઈ રહી છે, જેમાં પ્રથમ તબક્કામાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને કૌશલ્ય યુનિવર્સિટીમાં આ ડ્રોન કોર્સ શરૂ કરવામાં (Drone Course to start in ITIs of Gujarat) આવશે. જ્યારે આ કોર્સની ફી ખૂબ જ લઘુતમ રાખવામાં આવશે.
રાજ્ય સરકારે 100 ઈન્સ્ટ્રક્ટરને આપી તાલીમ -રાજ્ય સરકારે ITIમાં ડ્રોન કોર્સ (Drone Course to start in ITIs of Gujarat) શરૂ કરવા માટે રાજ્યની 50 જેટલી ITI માંથી પ્રતિ 2 ITIના ઈન્સ્ટ્રક્ટરને દિલ્હીમાં તાલીમ આપવામાં આવી રહી છે. અહીં નિયમ પ્રમાણે, જે વ્યક્તિ ડ્રોનનો કોર્સ શીખવાડે. તે વ્યક્તિ પાસે DGCAનું FLYING લાઈસન્સ (Flying License from DGCA) હોવું જોઈએ. ત્યારે 100 જેટલા ઈન્સ્ટ્રક્ટરમાંથી 19 ઈન્સ્ટ્રક્ટર તાલીમમાં પાસ થયા છે. જ્યારે બાકીના તાલીમ લઈને પાસ થઈને ITIમાં વિદ્યાર્થીઓને તાલીમ આપશે.
7 દિવસનો હશે કોર્સ -ડ્રોન ફ્લાઈંગ કોર્સની (Drone flying course) વાત કરવામાં આવે તો, આ 7 દિવસનો કોર્સ રહેશે. તેમાં 2 દિવસ થિઅરી અને 3 દિવસ પ્રેક્ટિકલ કરાવવામાં આવશે. ત્યારબાદ 2 દિવસ ડ્રોનનું ટેક્નિકલ નૉલેજ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ 7 દિવસની તાલીમ બાદ વિદ્યાર્થીઓએ લેખિત પરીક્ષા ફરજિયાત આપવી પડશે. આ પરીક્ષા પછી કેન્દ્રના DGCA દ્વારા પાસ થયેલા વિદ્યાર્થીઓને ફ્લાઈંગ લાઇસન્સ આપવામાં આવશે.આ લાયસન્સની આવતી પાંચ વર્ષ સુધીની રહેશે અને ત્યારબાદ તેઓએ ફરીથી પરીક્ષા આપીને લાયસન્સ (Flying License from DGCA ) રિન્યૂ કરાવવું પડશે.
આ કોર્સમાં બીજું શું હશે? -રાજ્યની 50 ITIમાં શરૂ થનારા આ ડ્રોન કોર્સમાં વિદ્યાર્થીઓને ડ્રોનની એપ્લિકેશન, ડ્રોનના સ્પેસરપાર્ટસ, ફ્લાઈંગ ટ્રેનિંગ, સોફ્ટવેરની સમજણ, ડ્રોનના ડેટાનું વિશ્લેષણ, ડ્રોન માટેના રૂટની જાણકારી અને ક્યાં ડ્રોન કેટલું ફ્લાય લઈ શકે છે. તે તમામ બાબતનો અભ્યાસ કરવામાં આવશે. જ્યારે ડ્રોનના કોર્સની તાલીમ પૂર્ણ થયા બાદ DGCA દ્વારા લાયસન્સ (Flying License from DGCA) આપવામાં આવશે. આ સમગ્ર કોર્સ કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના (Ministry of Civil Aviation) રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન (Remote Pilot Training Organization) દ્વારા તૈયાર કરવાંમાં આવ્યો છે.
આ પણ વાંચો-No Drone Zone : રાજકોટ જિલ્લામાં આટલા વિસ્તારમાં જો ડ્રોન ઉડાવશો તો બનશો સજાના પાત્ર