ગાંધીનગર: વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં નગરો અને શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ-વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી યોજના જાહેર કરી છે.
આ યોજના અંતર્ગત રાજ્યના ધોરણ 9થી લઈને કૉલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ-વ્હિલર ખરીદવા રાજ્ય સરકાર 12,000 રૂપિયાની આર્થિક સહાય કરશે. આ સહાય સબસીડી અંતર્ગત 10,000 વાહનો આપવાનો લક્ષ્યાંક છે. એટલું જ નહીં વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત કી-રિક્ષા ખરીદીમાં પણ 48,000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને 5000 લોકોને તેનો લાભ મળશે.