વડાપ્રધાનના જન્મદિવસે રાજ્યમાં નર્મદાના ડેમની ઉજવણી, જુઓ જિલ્લાસહ કાર્યક્રમો - મુખ્યપ્રધાન વિજય રૂપાણી
ગાંધીનગરઃ સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ ક્ષમતાએ 138.67 મીટર સુધી ભરાતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા નીરનાં વધામણાં માટે રાજ્યના જિલ્લાઓમાં સવારે 10 કલાકે "નમામિ દેવિ નર્મદે મહોત્સવ" કાર્યક્રમ રાજ્ય સરકારના પ્રધાનો અને બોર્ડ નિગમોના અધ્યક્ષોની ઉપસ્થિતિમાં જન સહયોગથી જિલ્લા કક્ષાએ ઉજવાશે.
નમામિ દેવિ નર્મદે મહોત્સવ
મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કેવડીયા ખાતે વડાપ્રધાનના હસ્તે થનારા નર્મદા જળના વધામણાંના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે
Last Updated : Sep 16, 2019, 1:49 PM IST