ગુજરાત

gujarat

ETV Bharat / city

ધોલેરામાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજન સ્થાપિત કરવા માટે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે ગુજરાત સરકારે MOU કર્યા

ગુજરાત સરકારના મહત્વપૂર્ણ ફ્લેગશીપ પ્રોજેક્ટ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) માં વિશ્વસ્તરીય ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજનની સ્થાપના માટે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે ગાંધીનગરમાં MOU કરવામાં આવ્યા હતા.

By

Published : Dec 21, 2020, 5:10 PM IST

સેરેસ્ટ્રા ગ્રુપ સાથે ગુજરાત સરકારે MOU કર્યા
સેરેસ્ટ્રા ગ્રુપ સાથે ગુજરાત સરકારે MOU કર્યા

  • ગુજરાતને નોલેજ ડ્રિવન ઈકોનોમીમાં પ્રસ્થાપિત કરવામાં આ સ્પેશ્યલ એજ્યુકેશન રિજન મહત્વપૂર્ણ બનશે
  • સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં MOU પર થયા હસ્તાક્ષર

ગાંધીનગર : ગાંધીનગરમાં ગુજરાત સરકારના મહત્વપૂર્ણ ફ્લેગશીપ પ્રોજેક્ટ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) માં વિશ્વસ્તરીય ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજનની સ્થાપના માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાંMOU કરવામાં આવ્યા હતા.

કોરિડોર બનશે તેમજ કનેક્ટિવિટી પણ વધશે

‘ગ્રીનફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી’ અંતર્ગત દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડર રિજનના ભાગરૂપે નિર્માણ પામી રહ્યો છે. DSIR અત્યારે વિવિધ સેવાઓ સાથે સજ્જ છે અને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ભીમનાથ – ધોલેરા રેલલાઇનના માધ્યમથી વ્યૂહાત્મક રીતે ઉપયોગી કનેક્ટિવિટીના વિકલ્પો પણ ધરાવે છે.

સેરેસ્ટ્રા ગ્રુપ સાથે ગુજરાત સરકારે MOU કર્યા

વિકાસ સાથે સામાજિક વિકાસ પણ મજબૂત થશે

શહેરના નિર્માણ માટે માત્ર ઇમારતો જ નહીં પરંતુ સામાજિક બંધારણની મજબૂતી પણ જરૂરી હોય છે. આ મહત્વપૂર્ણ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વિશ્વસ્તરીય ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજનની સ્થાપના માટે આ MOU કર્યા છે.

ધોલેરા ગ્રીનફિલ્ડ શહેર

વિજય રૂપાણીએ આ બાબતે જણાવ્યું હતું કે ધોલેરા પહેલું ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર છે જે ઇન્ડસ્ટ્રીઅલ 4.0 ઉત્પાદનને ટેકો આપવા માટે નિર્માણ પામી રહ્યું છે. આ સ્પેશિયલ એજ્યુકેશન રિજન તે વિસ્તારના સર્વાંગી વિકાસમાં વેગ આપશે અને ગુજરાતને નોલેજ ડ્રિવન ઈકોનોમી તરીકે પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે એમ તેમણે જણાવ્યું હતું.

સેરેસ્ટ્રા ગ્રુપ સાથે ગુજરાત સરકારે MOU કર્યા

ધોલેરા બનશે શિક્ષણિક હબ

સેરેસ્ટ્રા વેન્ચર્સ ભારતનું સૌથી મોટું શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે જે ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરીને ધોલેરામાં સ્પેશિયલ એજ્યુકેશન રિજન સ્થાપિત કરશે. આ કંપની હૈદરાબાદ સ્થિત છે અને તે શિક્ષણ અને લાઈફ સાયન્સિસ સાથે સંકળાયેલા રોકાણ, બાંધકામ અને મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છે. શિક્ષણ જગત માટે જરૂરી એવા ગુણવત્તાસભર એજ્યુકેશન હબના નિર્માણમાં કંપની સંકળાયેલી છે જેમાં સ્કૂલનો પણ સમાવેશ થાય છે. આ કંપની હૈદરાબાદ મુંબઇ અને બેંગલુરૂ જેવા મહાનગરોમાં પણ પોતાના કારોબાર ધરાવે છે. ગુજરાત સ્પેશ્યલ એજ્યુકેશન રીજીયન (જી-એસઇઆર/G-SER) 1000 એકરમાં એજ્યુકેશન હબ તરીકે વિકસિત થશે તે ભવિષ્યમાં 5000 એકર સુધીમાં યુનિવર્સિટી ડિસ્ટ્રીક્ટ, સ્કૂલ ડિસ્ટ્રીક્ટ અને ઇનોવેશન ડિસ્ટ્રીક્ટ તરીકે વિકસિત થવાની ક્ષમતા પણ ધરાવે છે.

વિદ્યાર્થીઓ માટે સવલત સાથે રોજગારી

તેમાં વિદ્યાર્થીઓ માટે રહેણાંક, રમતગમતના કોમ્પ્લેક્સ, વગેરેની સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. વિશ્વના કોઇ પણ શૈક્ષણિક એકમ સાથે સ્પર્ધા કરવા માટે જી-એસઇઆર સક્ષમ હશે. જી-એસઇઆર પ્રોજેક્ટમાં રોકાણથી રાજ્યના આર્થિક વિકાસને વેગ મળશે અને રોજગારની અનેક તકો ઉભી થશે. આ પ્રોજેક્ટ આવવાથી વધારાની ઘણી સવલતો ઉભી થશે જેનાથી અઢી લાખ જેટલા લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીના અવસર પ્રાપ્ત થશે.

ABOUT THE AUTHOR

...view details