ગાંધીનગરરાજ્યના મહાનગરો જેવા કે અમદાવાદ, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ અને ઢોરના હૂમલાને કારણે અનેક લોકોના મૃત્યુ થયા તેમજ અકસ્માત થયા અને સરકાર દ્વારા કોઈ પગલા લેવાયા ન હતા. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારની રખડતાં ઢોર બાબતે ઝાટકણી કાઢવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કડક નિયમ લાવવામાં આવશે. તેવી બાંહેધરી ગુજરાત હાઈકોર્ટમાં આવી હતી. 31 માર્ચ 2022ના રોજ વિધાનસભાગૃહમાં હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ બિલ (Cattle Control Bill) બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. પણ માલધારી સમાજના વિરોધ અને નારાજગીને (Protests and resentments of Maldhari Community) ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર વિધાનસભા ગૃહના ચોમાસા સત્રમાં બિલ પરત ખેંચશે.
રાજ્યપાલ બિલ પરત મોકલશેગુજરાત વિધાનસભાના બજેટ (Gujarat Assembly Budget) સત્રમાં શહેરી વિસ્તાર નિયંત્રણ બિલ સરકારે બહુમતીથી પસાર કર્યું હતું. બિલ રાજ્યપાલને મોકલી આપ્યું હતું. પરંતુ જે રીતે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં માલધારી સમાજ દ્વારા બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આ બિલને રાજ્ય સરકારે 15 દિવસની અંદર જ અટકાવી દીધું હતું. હવે મળતી માહિતી પ્રમાણે ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યપાલ આ બિલ ગુજરાત વિધાનસભામાં પરત મોકલશે. ત્યારબાદ ખાસ ઠરાવ કરીને બિલને પરત ખેંચવામાં આવશે.
માલધારી સમાજ કર્યું હતું શક્તિ પ્રદર્શનઢોર નિયંત્રણ બિલને ધ્યાનમાં લઈને માલધારી સમાજ દ્વારા શેરથા ખાતે એક મોટું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. રાજ્ય સરકાર જો વિધાનસભા ગ્રુપમાં બિલ પરત નહીં ખેંચે તો વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન થશે. તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જ્યારે 21 સપ્ટેમ્બર 2022ના રોજ ગુજરાતના પશુપાલકો દૂધની સપ્લાય (Gujarat Milk supply to cattle farmers) નહીં કરે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
શુ હતો નવો કાયદોગુજરાત વિધાનસભામાં ગુજરાત શહેરી વિસ્તાર નિયંત્રણ રાખવા અને ફેરફાર કરવા બાબતના અધિનિયમ 2022નો કાયદો પસાર કરવામાં આવ્યો છે. જે બાબતે આ કાયદો સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ કરવામાં આવશે. આ અધિનિયમ પ્રમાણે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નગરપાલિકાઓમાં આ કાયદો લાગુ કરશે. જેમાં ઢોર માલિકોએ લાયસન્સ લેવું ફરજિયાત રહેશે. આ સાથે જ લાયસન્સવાળી જગ્યા પણ દર્શાવવાની રહેશે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ ઇન્સ્પેક્ટર અથવા તો સમકક્ષ અધિકારીઓની નિમણૂક કરીને તે સમયસર ચકાસવામાં પણ આવશે. જ્યારે લાયસન્સમાં વસ્તુઓ રાખવા શા કારણથી રાખવા તે પણ દર્શાવવું પડશે.
લાયસન્સ માટેની શું રહેશે અરજીલાયસન્સ માટેની વાત કરવામાં આવે તો જ્યારે આ કાયદો આરંભ થશે. તેની તારીખથી અથવા કોઈ વ્યક્તિ ઢોર મેળવે. તે તારીખથી 90 દિવસની મુદતની અંદર વ્યક્તિએ લાયસન્સ મેળવવા માટેની અરજી કરવી પડશે. જ્યારે લાયસન્સ રીન્યુ કરાવવા માટે લાયસન્સ પૂરું થાય તે પહેલા 60 દિવસની અંદર અરજી કરવાની રહેશે લાઇસન્સની અંદર ઢોર રાખવાની અરજીમાં સ્થળ ઢોરની સંખ્યા, પીવાના ધોવાના અને સફાઈ માટેના પાણી પુરવઠાની વ્યવસ્થા (Water supply Facility), પાલન પોષણની વ્યવસ્થા, ગર્ભાવસ્થા દરમિયાનની વ્યવસ્થા, આમ તમામ વિષય વસ્તુઓ જોડવાની રહેશે,
15 દિવસ સુધીમાં ઢોરને ટેગ કરવું ફરજિયાત આ ઉપરાંત તમામ મહત્ત્વના દસ્તાવેજો સાથે ફી ભરીને અરજી કર્યા બાદ સમય મર્યાદાની અંદર અધિકારી દ્વારા લાયસન્સ આપવામાં આવશે. જ્યારે લાયસન્સ મેડવાના 15 દિવસ સુધીમાં ઢોરને ટેગ કરવું ફરજિયાત (Cattle tagging is mandatory) કરવામાં આવ્યું છે. જો કોઈ વિગતો કે દસ્તાવેજ ખોટો આપવામાં આવશે તો અધિકારી લાયસન્સ રદ કરી દેવામાં આવશે.
હેરફેર માટેના નિયમોકાયદામાં ફેરફાર માટેની વાત કરવામાં આવતા કોઈપણ વ્યક્તિએ સ્થાનિક સત્તામંડળની પૂર્વ મંજૂરી વિના અને પરવાનગી શરતો અનુસાર હોય તે સિવાય કતલખાના માટે હોય તે સિવાય બહારથી કોઈ ઢોરને આ નિયમ હેઠળ જાહેર થયેલા કોઈ શહેરી વિસ્તારમાં લાવવાના રહેશે નહીં. જ્યારે કોઈપણ કિસ્સામાં તમામ તો જ મહત્વ વાહનોમાં હેરફેર કરવાની રહેશે. પ્રતિબંધિત કરેલા વિસ્તારમાંથી કોઈપણ ટોચની હેરફેર કરવી અથવા તો તેને પસાર કરવાના રહેશે નહીં.