ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં મંગળવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું (Gujarat Government Cabinet Meeting ) છે. જેમાં ચૂંટણી પહેલા બધા મુદ્દાઓને થાળે પાડવા માટે એજન્ડા ઘડાશે. બુધવારે સવંતસરીની જાહેર રજા હોવાના કારણે એક દિવસ પહેલાં મંગળવારે સવારે 10:00 કલાકે યોજવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. કેબિનેટ બેઠક (Gujarat Government Cabinet ministry) માં કર્મચારીઓના આંદોલન રખડતા ઢોર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સપ્ટેમ્બર માસમાં સંભવિત કાર્યક્રમ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. જોકે, હકીકત એવી પણ છે કે, રાજ્યભરમાં રખડતા ઢોર મામલે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે.
આ પણ વાંચોઃ રેલવે કૉલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો, કહ્યું ફી વધારો છતાં સુવિધામાં મીડું
રખડતા ઢોરનો પ્રશ્નઃ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઢોર પકડવા બાબતે કડક અમલીકરણની સૂચના રાજ્ય સરકારને આપવામાં આવી છે. રાજ્ય સરકારને પણ આ અંગે કોર્ટે ટકોર કરી હતી. આ ઉપરાંત વિધાનસભામાં ઢોર પશુ નિયંત્રણ બિલ જે પસાર કરવામાં આવ્યું હતું. તેની કોપી પણ હાઇકોર્ટમાં મંગાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે અને રાજ્ય સરકારનું આયોજન રખડતા ઢોરોને રસ્તાઓ પરથી કઈ રીતે દૂર કરવામાં આવે તે બાબતની ચર્ચા પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે તે અઠવાડિયાની બેઠકમાં રાજ્ય સરકારે તમામ તાલુકા જિલ્લામાં અને મહાનગરપાલિકામાં ઢોરવાડા બનાવવાની જાહેરાત કરી હતી ત્યારે તે પ્રોજેક્ટનું રીવ્યુ પણ કેબિનેટ બેઠકમાં થઈ શકે છે. પણ આ બેઠક બાદ જે તે તંત્રને શું આદેશ અપાય છે એના પર સૌની નજર છે.
સુરક્ષાની સમીક્ષાઃરાજ્યમાં 31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં તાલુકાઓમાં અને શહેરોમાં દસ દિવસ સુધી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. અગાઉ પણ રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા વીડિયો કોન્ફરન્સ યોજીને સુરક્ષાની સમીક્ષા કરી છે. કેબિનેટ બેઠકમાં ફરીથી આ બાબતે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ભાદરવી પૂનમના અંબાજીના મેળા સહિતના કાર્યક્રમ બાબતે પણ સુરક્ષાની દ્રષ્ટિએ સમીક્ષા કરવામાં આવશે.