ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત ગૌરવ યાત્રા ડાયવર્ટ, પીએમ મોદીના જૂનાગઢ કાર્યક્રમને લઈ રૂટ બદલાયો - ગુજરાત ગૌરવ યાત્રા

પીએમ મોદીના 17 અને 18 ઓક્ટોબરના ગુજરાત પ્રવાસ અને સભાને લઇને (Route changed due to PM Modi Junagadh Visit ) જૂનાગઢના ગુજરાત ગૌરવ યાત્રાનો રુટ જૂનાગઢ જિલ્લા માટે ( Gujarat Gaurav Yatra diverted )બદલવામાં આવ્યો છે. કેન્દ્રના ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે ઝાંઝરકાથી સોમનાથ સુધીની ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

ગુજરાત ગૌરવ યાત્રા ડાયવર્ટ, પીએમ મોદીના જૂનાગઢ કાર્યક્રમને લઈ રૂટ બદલાયો
ગુજરાત ગૌરવ યાત્રા ડાયવર્ટ, પીએમ મોદીના જૂનાગઢ કાર્યક્રમને લઈ રૂટ બદલાયો

By

Published : Oct 15, 2022, 6:19 PM IST

ગાંધીનગરગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ પક્ષપ્રચાર માટે એકસાથે પાંચ ગુજરાત ગૌરવ યાત્રા ( Gujarat Gaurav Yatra )ની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે કેન્દ્રના ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે ઝાંઝરકાથી સોમનાથ સુધીની ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે હવે 17 અને 18 ઓક્ટોબરના રોજ પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ અને એમાં પણ જૂનાગઢમાં (Route changed due to PM Modi Junagadh Visit ) જાહેર સભા હોવાના કારણે ગુજરાત ગૌરવ યાત્રાના રૂટને ડાયવર્ટ (Route changed due to PM Modi Junagadh Visit ) કરવામાં ( Gujarat Gaurav Yatra diverted ) આવ્યો છે.

ઝાંઝરકાથી સોમનાથ સુધીની ગુજરાત ગૌરવ યાત્રાનો રુટ બદલાયો

જૂનાગઢમાં નહીં જાય યાત્રા જૂનાગઢમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા ( Gujarat Gaurav Yatra ) નહીં યોજાય તે બાબતે ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા (Gujarat BJP State Vice President Gordhan Zadafia )એ જણાવ્યું હતું કે ઝાંઝરકાથી સોમનાથ સુધીની યાત્રા ટૂંકાવી નથી. પરંતુ પીએમ નરેન્દ્ર મોદીના જૂનાગઢ પ્રવાસના કારણે યાત્રાને ડાયવર્ટ (Route changed due to PM Modi Junagadh Visit )કરવામાં આવી છે. આમ જૂનાગઢથી યાત્રા અમરેલીમાં ડાયવર્ટ કરવામાં આવી છે, 18 ઓક્ટોબરથી અમરેલીથી શરૂ થશે અને ચલાળા થઈને ઉનામાં પ્રવેશ કરશે. ઊના કોડીનાર બાદ યાત્રા સોમનાથમાં રાત્રે 8 00 કલાકે પૂર્ણ કરવામાં આવશે.

5 નવેમ્બર સુધીમાં શહેરમાં થશે સંમેલન વધુમાં તેમણે (Gujarat BJP State Vice President Gordhan Zadafia )જણાવ્યું હતું કે ગુજરાત ગૌરવ યાત્રા ( Gujarat Gaurav Yatra )રાજ્યની 144 વિધાનસભા બેઠકો ઉપર થઈ રહી છે. જે તમામ ગ્રામ્ય વિસ્તારોની બેઠક છે. જ્યારે શહેર વિસ્તારમાં ભાજપે કોઈપણ પ્રકારની યાત્રા કરી નથી. ત્યારે દિવાળીના તહેવાર બાદ 5 નવેમ્બર સુધી રાજ્યના અમદાવાદ રાજકોટ સુરત બરોડા જામનગર જેવા મોટા શહેરોમાં કાર્યકર્તાઓનું સંમેલન યોજવામાં આવશે. પાંચ નવેમ્બર સુધીમાં આખા ગુજરાતનો પ્રવાસ પણ પૂર્ણ કરવામાં આવશે.

વિપક્ષ એકસાથે આવું આયોજન કર્યું જ નથી ગોરધન ઝડફિયાએ (Gujarat BJP State Vice President Gordhan Zadafia ) ગુજરાત ગૌરવ યાત્રા બાબતે વધુમાં નિવેદન આપ્યું હતું કે ભાજપ પક્ષે સૌથી વધુ અને મોટી આ ગુજરાત ગૌરવ યાત્રા ( Gujarat Gaurav Yatra )નું આયોજન કર્યું છે. જ્યારે વિપક્ષ દ્વારા ભૂતકાળમાં આવી એકપણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું નથી. એક સાથે પાંચ જગ્યાએ યાત્રા કરવામાં આવી છે અને લોકો ભેગા પણ થઈ રહ્યા છે. લોકોનો સારો પ્રતિસાદ પણ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો સાથે કેન્દ્રીય પ્રધાન પણ આ યાત્રામાં જોવા મળી રહ્યા છે. ત્યારે હવે વિજય રૂપાણીની સરકારના પ્રધાનો પણ ગણતરીના દિવસોમાં જ જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details