ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Forest Department Recruitment 2022 : 2018ની પડતર ભરતી 2022માં થશે, નવા ઉમેદવારો ફોર્મ નહીં ભરી શકે - કેબિનેટપ્રધાન કિરીટસિંહ રાણાની જાહેરાત

રાજ્ય સરકારના વનવિભાગની જગ્યાઓ માટે પહેલાંની પડતર રહેલી ભરતી આ વર્ષે યોજાશે. વનપ્રધાને આ ભરતી વિશે કેટલીક મહત્ત્વની (Gujarat Forest Department Recruitment 2022 ) બાબતો જણાવી છે.

Gujarat Forest Department Recruitment 2022 : 2018ની પડતર ભરતી 2022માં થશે, નવા ઉમેદવારો ફોર્મ નહીં ભરી શકે
Gujarat Forest Department Recruitment 2022 : 2018ની પડતર ભરતી 2022માં થશે, નવા ઉમેદવારો ફોર્મ નહીં ભરી શકે

By

Published : Feb 9, 2022, 4:31 PM IST

ગાંધીનગર : ગુજરાતમાં વિજય રૂપાણી સરકારે વર્ષ 2018માં 325 જેટલી જગ્યા પર વર્ગ 3ની વનવિભાગમાં ભરતીની જાહેરાત કરી હતી. પરંતુ આ પરીક્ષા સમય પ્રમાણે થઈ શકી ન હતી અને બાદમાં વર્ષ 2020માં માર્ચ મહિનામાં કોરોનાને કારણે lockdown થઈ ગયું હતું. જેથી ભરતી છેલ્લા કેટલાય વર્ષોથી (Gujarat Forest Department Recruitment 2022 ) પડતર હતી. તે ભરતી બાબતે આજે ભૂપેન્દ્ર પટેલની સરકારના વન વિભાગના કેબિનેટપ્રધાન કિરીટસિંહ રાણાએ (Cabinet Minister Kiritsinh Rana Statement ) પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે વર્ષ 2018માં પડતર રહેલી ભરતી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

વનપ્રધાને નવી ભરતીની પણ જાહેરાત કરી હતી

વર્ગ 3માં 325 જગ્યાએ થશે ભરતી પ્રક્રિયા

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વન વિભાગના કેબિનેટપ્રધાન કિરીટસિંહ રાણાએ (Cabinet Minister Kiritsinh Rana Statement ) પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે વર્ષ 2018માં વર્ગ-3ની 350ની વનવિભાગની જગ્યાઓ જાહેર (Gujarat Forest Department Recruitment 2022 ) કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેમાં કોઇપણ પ્રકારની કાર્યવાહી થઇ નથી. ત્યારે ટૂંક સમયમાં આની સત્તાવાર રીતે પરીક્ષા યોજવામાં આવશે અને ત્યારબાદ સીધી ભરતી પણ કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો આ પરીક્ષામાં નવા ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભરી શકશે નહીં.

આ પણ વાંચોઃ Police Recruitment In Gujarat : પોલીસ ભરતીમાં ઉપયોગી થવા માર્ગદર્શક સિરીઝ લોન્ચ કરાઈ, હજુ વધુ ભરતી જાહેર કરાશે: હર્ષ સંઘવી

વર્ષ 2018માં ઉમેદવારી નોંધાયેલ ઉમેદવાર આપી શકશે પરીક્ષા

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2008માં વન વિભાગના વર્ગ-3ની 225 જેટલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી અને તેમાં ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર પણ (Gujarat Forest Department Recruitment 2022 ) ભરવામાં આવ્યા હતાં. ત્યારે હવે વર્ષ 2022માં રાજ્ય સરકાર દ્વારા પડતર પરીક્ષાઓ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વર્ષ 2018માં જેટલા પણ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હશે તેટલા જ ઉમેદવારો પરીક્ષા આપી શકશે. જ્યારે આવનારા દસ દિવસની અંદર સત્તાવાર રીતે કોલ લેટર પણ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત જે ઉમેદવારોની ઉંમરની વય મર્યાદા પૂર્ણ થઈ છે તેવા ઉમેદવારો પણ પરીક્ષા આપી શકશે તેવી જાહેરાત રાજ્યના વનપ્રધાન કિરીટસિંહ રાણાએ કરી હતી.

આ પણ વાંચોઃ 3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે: જીતુ વાઘાણી

ચૂંટણી પહેલાં 745 જગ્યાએ ભરતી થશે

મહત્વની વાત કરવામાં આવે તો વર્ષ 2018ની ભરતી પ્રક્રિયામાં નવા ઉમેદવારો પરીક્ષા (Gujarat Forest Department Recruitment 2022 ) આપી શકશે નહીં. ત્યારે રાજ્યના વનપ્રધાન કિરીટસિંહ રાણાએ વધુ એક જાહેરાત (Cabinet Minister Kiritsinh Rana Statement ) કરતા જણાવ્યું હતું કે આગામી ટૂંક સમયમાં વન વિભાગમાં ખાલી રહેલી બાકી વધુ 745 જગ્યાએ રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવશે. જેમાં નવા ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકશે અને આ બાબતે રાજ્ય સરકાર ખૂબ જ ટૂંકા સમયમાં આયોજન કરીને સત્તાવાર રીતે જાહેરાત કરશે.

ABOUT THE AUTHOR

...view details