ગાંધીનગરઃ પાસે આવેલા વાસણ ગામમાં 21 જુલાઈ 1940 રોજ શંકરસિંહ વાઘેલાનો જન્મ થયો હતો. અભ્યાસમાં તેજસ્વી શંકરસિંહ કોલેજમાં નોકરીએ જોડાયા હતા. ત્યારબાદ RSS, જનસંઘ અને ભાજપમાં બાપુ સક્રિય થયા હતા. મુખ્ય પ્રધાન બન્યા બાદ બાપુ ગાંધીનગર પાસે આવેલા વસંત વગડામાં શુભેચ્છકોની હાજરીમાં જન્મદિવસની ઉજવણી કરતા હતા. રાજ્યભરમાંથી બાપુના સમર્થકોએ મોટી સંખ્યામાં વસંત વગડે ઉમટી પડતા હતા.
ગુજરાતના શંકર 'સિંહ' 80 નોટ આઉટ, આજે જન્મદિવસની ઉજવણી નહીં કરે, ટેલિફોનિક શુભેચ્છા સ્વીકારશે - બાપુ
રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શંકરસિંહ વાઘેલા આજે 81મા વર્ષોમાં પ્રવેશ કરશે. ત્યારે કોરોના વાઈરસની મહામારીને કારણે બાપુએ અપીલ કરી છે કે, શુભેચ્છકોને રૂબરૂ મળવા આવવું નહીં. હું 80 વર્ષે નોટ આઉટ છું. ત્યારે ટેલિફોનિક શુભેચ્છાઓ સ્વીકારવામાં આવશે.
ગુજરાતના શંકર 'સિંહ' 80 નોટ આઉટ, આજે જન્મદિવસની ઉજવણી નહીં કરે, ટેલિફોનિક શુભેચ્છા સ્વીકારશે
હાલ કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે, ત્યારે બાપુએ અપીલ કરી છે કે, 'વસંત વગડો' હંમેશા શુભેચ્છકો અને સમર્થકોની હાજરીથી મહકતો રહ્યો છે અને વર્ષોથી જન્મદિન પર રાજ્યના ખૂણે-ખૂણેથી આવેલા લોકોના સ્નેહનો સાક્ષી રહ્યો છે. પરંતુ આ મહામારીના સમયમાં મારી આપ સૌને નમ્ર વિનંતિ છે કે, જીવના જોખમે રૂબરૂ શુભેચ્છાઓ આપવાનું ટાળશો. આપ સૌના પ્રેમ અને સ્નેહનો હંમેશા ઋણી રહીશ. આપ સૌ સલામત રહો અને સુખી રહો તેવી પ્રભુને પ્રાર્થના કરૂ છું.