ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Cabinet Meeting: ગુજરાત સ્થાપના દિનની ઉજવણી અને પાણીની પરિસ્થિતિ અંગે થશે મહત્વની ચર્ચા

ગાંધીનગરમાં 27 એપ્રિલના રોજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેબિનેટની બેઠકમાં(Gujarat Cabinet Meeting) પાણીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમજ મહેસુલ વિભાગના મહત્વના નિર્ણય લેવા ગુજરાત સ્થાપના દિવસે(Gujarat Establishment Day) ખાસ ચર્ચા કરવામાં આવશે.

Gujarat Cabinet Meeting: ગુજરાત સ્થાપના દિનની ઉજવણી અને પાણીની પરિસ્થિતિ અંગે થશે મહત્વની ચર્ચા
Gujarat Cabinet Meeting: ગુજરાત સ્થાપના દિનની ઉજવણી અને પાણીની પરિસ્થિતિ અંગે થશે મહત્વની ચર્ચા

By

Published : Apr 26, 2022, 7:55 PM IST

Updated : Apr 27, 2022, 8:29 AM IST

ગાંધીનગર: ગત અઠવાડિયે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના(Narendra modi on Gujarat Tour) કારણે ભુપેન્દ્ર પટેલની સરકારની કેબિનેટ બેઠક મળી ન હતી. ત્યારે હવે 27 એપ્રિલના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેબિનેટ બેઠકમાં મુદ્દાની વાત કરવામાં આવે તો ઉનાળાની સિઝનમાં પાણીની પરિસ્થિતિ સાથે જ 1 મે 2022ના રોજ ગુજરાત સ્થાપના દિન અંગેની ઉજવણી બાબત પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.

સ્થાપના દિનની ઉજવણી -વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત સ્થાપના દિન બાબતે રાજ્ય સરકારની ઉજવણી અને મહત્વની યોજનાઓ બાબતે કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે. 1 મેના રોજ રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો અને પ્રભારીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવશે. આ સાથે જ અનેક મહત્વની જાહેરાતો અને કરોડો રૂપિયાના ખાતમુર્હત, લોકાર્પણના કાર્યો પણ સમગ્ર રાજ્યભરમાં 1 મે 2022ના રોજ રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો:Gujarat Cabinet Meeting: ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટ બેઠક, પાણીની પરિસ્થિતિ અંગે થશે ચર્ચા

પાણીની પરિસ્થિતિ - ઉનાળાની સીઝનની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આવનારા પાંચ દિવસને સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે કેબિનેટ બેઠકમાં પણ પાણીની પરિસ્થિતિ અંગે ખાસ ચર્ચા કરવામાં આવશે. જેમાં ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના અનેક ડેમમાં ખૂબ જ ઓછું પાણી(scarcity of Dam water in Gujarat) છે. જ્યારે 13 જેટલા ડેમમાં પાણી તળિયાજાટક છે. ઉનાળાની સિઝનમાં પાણીની કોઇ પણ પ્રકારની વિકટ પરિસ્થિતિ સર્જાય નહીં તેને લઈને રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા અને આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો:ચોમાસની ઋતુમાં પાણીની અછત, બનાસકાંઠાના 80 ગામના ખેડૂતો જળ આંદોલન પર ઉતર્યા

મહેસુલ વિભાગના મહત્વના નિર્ણય લેવાશે -ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં મહેસુલ વિભાગના બે મહત્વના નિર્ણય(Important Decision of revenue department) લેવામાં આવશે. જેમાં કોઈ પણ જમીન માલિક હોય તેને પોતાની જમીનનો ભાગ મેળવવા માટે અનેક જગ્યાએ ધક્કા ખાવા પડતા હોય છે. આ બાદ હાઇકોર્ટમાં જવું પડતું હોય એને હાઇકોર્ટ દ્વારા પણ પાછું નીચે અપીલ કરવાની સૂચના આપવામાં આવશે ત્યારે લોકો હેરાન પરેશાન ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવશે. જેમાં પ્રધાનો સુધી પહોંચે અને કોઈપણ વ્યક્તિ હેરાન ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખીને મહત્વના નિર્ણય કરવામાં આવશે.

Last Updated : Apr 27, 2022, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details