ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત શિક્ષણ બોર્ડની CBSEની પરીક્ષા પેટર્ન પર વિચારણા, બોર્ડ પરીક્ષાઓ 2 તબક્કામાં યોજવાની વિચારણા - ગુજરાત શિક્ષણ બોર્ડની CBSEની પરીક્ષા પેટર્ન પર વિચારણા

CBSE દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ બે તબક્કામાં યોજાય છે. ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પણ તેવી રીતે પરીક્ષા યોજવાની વિચારણાઓ શરૂ કરવામાં આવી છે. જોકે ગુજરાત શિક્ષણ બોર્ડમાં અભ્યાસક્રમ તથા શિક્ષણની પદ્ધતિ અલગ અલગ હોવાના કારણે ગુજરાત રાજ્યમાં બે તબક્કામાં કઈ રીતે બોર્ડની પરીક્ષા યોજવી તે અંગેની વિચારણા શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડની CBSEની પરીક્ષા પેટર્ન પર વિચારણા, બોર્ડ પરીક્ષાઓ 2 તબક્કામાં યોજવાની વિચારણા
ગુજરાત શિક્ષણ બોર્ડની CBSEની પરીક્ષા પેટર્ન પર વિચારણા, બોર્ડ પરીક્ષાઓ 2 તબક્કામાં યોજવાની વિચારણા

By

Published : Jul 13, 2021, 5:01 PM IST

  • CBSEના માર્ગે જશે ગુજરાત બોર્ડ ?
  • CBSE ના નિર્ણય બાદ ગુજરાત શિક્ષણ બોર્ડ પણ વિચારણા શરૂ કરી
  • ગુજરાતમાં બે તબક્કામાં બોર્ડની પરીક્ષા યોજવાનું આયોજન
  • કેન્દ્રીય બોર્ડમાં સેમેસ્ટર સિસ્ટમ લાગુ, ગુજરાતમાં સેમેસ્ટર સિસ્ટમ નથી
  • સીએમ વિજય રૂપાણી અને શિક્ષણપ્રધાન ચૂડાસમા કરશે આખરી નિર્ણય

ગાંધીનગર :કેન્દ્રીય શિક્ષણ અને ગુજરાત શિક્ષણ બોર્ડ ની પરીક્ષા પદ્ધતિ અને શિક્ષણ પદ્ધતિની જો વાત કરવામાં આવે તો CBSE-કેન્દ્રીય શિક્ષણ બોર્ડમાં બે સેમેસ્ટરમાં શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં સેમેસ્ટર સિસ્ટમ ન હોવાના કારણે ગુજરાતમાં બેઠક તબક્કામાં કઈ રીતે પરીક્ષા યોજવી તે બાબતે રાજ્ય સરકાર અને શિક્ષણ બોર્ડ દ્વારા વિચારણા હાથ ધરવામાં આવી છે. જ્યારે કેન્દ્રીય શિક્ષણ બોર્ડ સેમેસ્ટર સિસ્ટમમાં અભ્યાસક્રમ હોવાથી બે અલગ અલગ તબક્કામાં પરીક્ષા યોજી શકે છે. પરંતુ ગુજરાત શિક્ષણ બોર્ડમાં સેમેસ્ટર સિસ્ટમ ન હોવાથી અંતિમ સમયે માર્ચ મહિનામાં જ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.
પરીક્ષા ખર્ચ બાબતે પણ વિચારણા
જો બે તબક્કામાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવે તો પરીક્ષા ખર્ચ પણ વધી શકે તેવી સંભાવના ઉપર શિક્ષણ બોર્ડ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આમ પરીક્ષાના ખર્ચા બાબતે પણ શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. અત્યારે બોર્ડની ફી 250 થી 350 ની આસપાસ હોય છે ત્યારે બે તબક્કામાં કેટલી ફી નક્કી કરવી તે બાબતે પણ શિક્ષણબોર્ડ દ્વારા વિચારણા કરવામાં આવી છે. આમ તમામ બાબતો પર રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા વિચારણા અને આયોજન કરીને એક ખાસ પ્રેઝન્ટેશન પણ તૈયાર કરવામાં આવશે.
અંતિમ નિર્ણય સીએમ અને શિક્ષણપ્રધાન લેશે
શિક્ષણ બોર્ડ દ્વારા CBSE ની જેમ ધોરણ 10 અને 12માં બે તબક્કામાં પરીક્ષા યોજવા માટે વિચારણા કરીને એક ખાસ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવશે. જે પ્રેઝન્ટેશન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને પણ બતાવવામાં આવશે. ત્યાર બાદ આખરી નિર્ણય રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ગુજરાતમાં બે તબક્કામાં પરીક્ષા યોજવી કે નહીં તે અંગેનો આખરી નિર્ણય કરશે.

ABOUT THE AUTHOR

...view details