ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Drugs Scandal 2021: ગુજરાતમાં રોજગારને બદલે યુવાઓને નશો મળે છે - ગુજરાત રાજ્યમાં ડ્રગ્સની ઘટનાઓ

રાજ્યપાલ સાથે બેઠક કર્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા આક્ષેપ કર્યા હતા કે, ગુજરાતના યુવાનોને રોજગારીના બદલે નસો પ્રાપ્ત થઈ રહ્યો છે, જ્યારે આ ડ્રગ્સ સ્કેન્ડલ (Gujarat Drugs Scandal 2021)ને પકડવા માટે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ. આ ઉપરાંત ડ્રગ્સની હેરાફેરી (Drug Smuggling)માં રાજ્ય સરકારમાં બેઠેલા અમુક મોટા માથાંઓ પણ સાથ સહકાર આપી રહ્યા હોય તેવા આક્ષેપો પણ અમિત ચાવડાએ કર્યા હતા.

Gujarat Drugs Scandal 2021: ગુજરાતમાં રોજગારને બદલે યુવાઓને નશો મળે છે
Gujarat Drugs Scandal 2021: ગુજરાતમાં રોજગારને બદલે યુવાઓને નશો મળે છે

By

Published : Nov 22, 2021, 9:30 PM IST

  • ડ્રગ્સ બાબતે કોંગ્રેસે રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર
  • હાઇકોર્ટના જજ હેઠળ તાપસ કરવાની કરાઈ માંગ
  • રાજ્યમાં છેલ્લા 55 દિવસમાં અરબોનું ડ્રગ્સ પકડયું

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં છેલ્લા 55 દિવસમાં 5700 કરોડનું ડ્રગ્સ (Gujarat drugs case) જપ્ત કરવામાં આવ્યું છે, ત્યારે આજે ફરીથી જામનગર ખાતે ATS અને જામનગર SOG દ્વારા દસ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે. આમ ગુજરાત રાજ્યમાં ડ્રગ્સની ઘટનાઓ બાબતે આજે કોંગ્રેસ દ્વારા ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યને એક આવેદનપત્ર આપીને ગુજરાત રાજ્યમાં જે રીતે ડ્રગ્સ પકડાય છે, ત્યારે આ ડ્રગ્સ કૌભાંડ (Gujarat Drugs Scandal 2021)માં મોટી માછલીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ તપાસ હાઇકોર્ટના સીટિંગ જજ દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.

Gujarat Drugs Scandal 2021: ગુજરાતમાં રોજગારને બદલે યુવાઓને નશો મળે છે

યુવાઓને રોજગારીને બદલે નશો પ્રાપ્ત થાય છે

રાજ્યપાલ સાથે બેઠક કર્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા (Gujarat Congress President Amit Chavda)એ પત્રકાર પરિષદને સંબોધતા આક્ષેપ કર્યા હતા કે, ગુજરાતના યુવાનોને રોજગારીના બદલે નસો પ્રાપ્ત થઈ રહ્યો છે, જ્યારે આ ડ્રગ્સ સ્કેન્ડલને પકડવા માટે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ. આ ઉપરાંત ડ્રગ્સની હેરાફેરી (Drug Smuggling)માં રાજ્ય સરકારમાં બેઠેલા અમુક મોટા માથાંઓ પણ સાથ સહકાર આપી રહ્યા હોય તેવા આક્ષેપો પણ અમિત ચાવડા(Amit Chawda alleged )એ કર્યા હતા. આવા કિસ્સામાં નાના લોકોને નહીં, પરંતુ જે મોટા માથા સંકળાયેલા છે તેમની ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ પણ રાજ્યપાલ સમક્ષ કરવામાં આવી છે.

યુનિવર્સિટી બહાર ડ્રગ્સનું વેપલો

અમિત ચાવડાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે યુવાનો જે જગ્યાએ પોતાના ભવિષ્યનું નિર્માણ કરવા જઈ રહ્યા છે, તેવી યુનિવર્સિટીઓની બહાર જ ડ્રગ્સનો ધંધો ચાલતો હોવાનો એક મોટો આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો:"કહી ડ્રગકા ખેલ ગુજરાત સે તો નહીં ચલ રહા?" EDના દરોડા પડતા નવાબ મલિકે ઉધડો લીધો

નવી પેઢી બરબાદ કરવાનું ષડયંત્ર

અમિત ચાવડા પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું હતું કે, આના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે, ત્યારે રાજ્ય સરકારે આ બાબતે વધુ ધ્યાન આપવું પડે જો આ દુષણ દુર થાય તો દરેક પરિવારને ખૂબ જ સારો સપોર્ટ પ્રાપ્ત થઇ શકે છે અને ગુજરાત તેમજ દેશનું ભવિષ્ય વધુ આગળ વધી શકે છે.

આ પણ વાંચો:વાલીઓ ચેતી જજો, American drugs નો ઉપયોગ વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે, પૂછપરછમાં મળી માહિતી

આ પણ વાંચો:છેલ્લા છ મહિનામાં 100થી વધુ યુવાઓએ ડ્રગ્સની લત છોડવા સુરતના વ્યસન મુક્તિ કેન્દ્રની મુલાકાત લીધી

ABOUT THE AUTHOR

...view details