ગાંધીનગર : જે દિવસથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૧ દિવસનો સમગ્ર દેશમાં લોકડાઉન પિરિયડ જાહેર કરવામાં આવ્યો ત્યારથી જ ગુજરાત પોલીસ ખડેપગે સેવા બજાવી રહી છે સાત દિવસ પોલીસની સોશિયલ મીડિયા સમાચારમાં હવાહવા થતી હતી પરંતુ અચાનક જ પોલીસના એવા કિસ્સા સામે આવ્યાં કે પોલીસે સાત દિવસ કરેલા કામો પર પાણી ફરી ગયું. જેને લઇને રાજ્યના જે પોલીસ વડા શિવાનંદ ઝા રાજ્યના તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી છે કે તમે ફિલ્ડમાં રહો અને કર્મચારીઓને સમજાવો કે કઈ રીતે કામ કરવાનું છે.
ડીજીપીનો આદેશ: તમામ અધિકારીઓ ફિલ્ડમાં રહે, કર્મચારીઓને કામ કરવાની સમજણ આપે - ડીજીપી શિવાનંદ ઝા
ડીજીપીએ તમામ રેન્જ આઈજી, સીપી, ડીસીપી, એ.સી.પી, પીઆઇને ફિલ્ડમાં જવાનું અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા જણાવ્યું છે. જ્યારે સીપી સહિતના તમામ અધિકારીઓ પોઇન્ટ પર જશે અને કર્મચારીઓને ફરજ બજાવવામાં શું ધ્યાનમાં રાખવું તે અંગેના માર્ગદર્શન આપશે. તેમણે તબલીગી જમાતના ગુજરાતમાં આવેલા સભ્યો વિશે પણ મહત્ત્વની માહિતી આપી અપીલ કરી હતી.
![ડીજીપીનો આદેશ: તમામ અધિકારીઓ ફિલ્ડમાં રહે, કર્મચારીઓને કામ કરવાની સમજણ આપે ડીજીપીનો આદેશ : તમામ અધિકારીઓ ફિલ્ડમાં રહે, કર્મચારીઓને કામ કરવાની સમજણ આપે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6624855-thumbnail-3x2-dgp-order-7204846.jpg)
શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓ જેવા કે રેન્જ આઈજી, સીપી, ડીસીપી, એ.સી.પી, પીઆઇ તમામ અધિકારીઓએ ફિલ્ડમાં જવાનું રહશે અને પરિસ્થિતિ નું મૂલ્યાંકન કરશે, જ્યારે સીપી સહિતના તમામ અધિકારીઓ પોઇન્ટ પર જશે અને પોઇન્ટ પર હાજર ફરજ બજાવતા કર્મચારીઓને ફરજ બજાવવામાં શુ ધ્યાનમાં રાખવું તે અંગેના માર્ગદર્શન આપશે. જે આજ થી કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસમાં સ્ટાફની ઘણી અછત છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સાથે ખાસ ચર્ચા કર્યા બાદ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે પોલીસની ગાડી ઓછી કરવા માટે પોલીસ ફોર્સમાં અત્યારે આરટીઓ ના અધિકારીઓ 183 અને વન વિભાગના 1526 કર્મચારીઓ પોલીસ સાથે કામ કરશે. તેમ છતાં પણ જો ઘટ સર્જાઈ તો પ્રાઇવેટ સિક્યુરિટીની મદદ લેવામાં આવશે.
ગુનાના ભંગ બાબતે ડીજીપી શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં 153 ડ્રોન થી સર્વેલન્સ કરવામાં આવ્યા છે જેમાં ડ્રોન ના ફૂટજ ના મદદ થી 398 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સોસીયલ મીડિયા થી લોકોને જાણકારી આપવાની વાત ઉચ્ચારી હતી. કેન્દ્ર સરકાર માલવાહન વાહનો પરવાનગી આપી છે ત્યારે હાઇવે પર કોઈ પણ ટ્રક નહીં રોકવાનું સલાહ આપી છે. જ્યારે ખેતી સાથે સંકળાયેલા લોકો ને અટકાવવા નહીંની સૂચન ડીજીપી દ્વારા આપવામાં આવી છે.
ગુજરાતમાં દિલ્હીનો મુદ્દો ઉપડ્યો છે જેમાં ભાવનગરના એલ વ્યક્તિ કોરોનાને લીધે મૃત્યુ થયું હતું જેમાં દિલ્હી ખાતે ગુજરાતમાંથી કુલ 72 લોકો ગયાં હતાં. અમદાવાદ 34 ભાવનગરના 20, મહેસાણા 12, બોટાદ 4, નવસારીના 8 લોકોનો સમાવેશ થાય છે. જેમાં તમામ લોકોને કોરોન્ટાઇન કરેલ છે. બાકીના તમામનો ટેક્નિકલ ડેટાના આધારે તપાસ થઈ રહી છે. ઉપરાંત પોલીસ હવે તમામ ધાર્મિક સ્થળો પર ચેકીંગ કરશે જો 4 થી વધુ વ્યક્તિ દેખાશે તો ગુનો નોંધવામાં આવશે.
છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા જાહેરનામા ભંગના 958 ગુનાઓ કોરેન્ટાઇલ ગુનાના ભંગના 336 ગુનાઓ અને અન્ય 30 ગુનાઓ નોંધવામાં આવ્યાં છે. જેમાં કુલ 2292 આરોપીની અટકાયત કરવામાં આવી છે. જ્યારે કુલ 6959 વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે.