ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Demand Of Vaccine Dose 2022 : રાજ્યમાં 26.90 લાખ ડોઝ ઉપલબ્ધ, 20 લાખ ડોઝની કેન્દ્ર પાસે કરાઈ માગ

ગુજરાતમાં 30 લાખ લોકો એવા છે કે જેમણે રસીનો પ્રથમ ડોઝ નથી લીધો. તેથી કેન્દ્ર સરકાર પાસે વધુ ડોઝની માગણી (Gujarat Demand Of Vaccine Dose 2022) કરવામાં આવી છે. રાજ્ય સરકાર પાસે 26.90 લાખ વેકસીનના ડોઝ (vaccine dose 2022) હાલના સમયમાં બફર (Vaccine demand calculation) રાખવામાં આવ્યા છે.

Gujarat Demand Of Vaccine Dose 2022 : રાજ્યમાં 26.90 લાખ ડોઝ ઉપલબ્ધ, 20 લાખ ડોઝની કેન્દ્ર પાસે કરાઈ માગ
Gujarat Demand Of Vaccine Dose 2022 : રાજ્યમાં 26.90 લાખ ડોઝ ઉપલબ્ધ, 20 લાખ ડોઝની કેન્દ્ર પાસે કરાઈ માગ

By

Published : Dec 31, 2021, 9:58 PM IST

ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ રાજ્ય સરકાર માટે પડકારજનક બાબત એ છે કે હજુ પણ રાજ્યના 30 લાખથી વધુ લોકો એવા છે કે જેમણે રસીનો પ્રથમ ડોઝ (Gujarat Demand Of Vaccine Dose 2022) નથી લીધો. ત્યારે રાજ્ય સરકાર રસીના સમયની અવધિ વીતી ના જાય તેની તકેદારી રાખવામાં વ્યસ્ત બન્યું છે. ત્યારે રાજ્ય સરકાર પાસે હજુ 26.90 લાખ વેકસીનના ડોઝ (vaccine dose 2022) હાલના સમયમાં બફર (Vaccine demand calculation) રાખવામાં આવ્યા છે.

30 લાખ જેટલા રસીકરણમાં બાકી

રાજ્યમાં હાલના તબક્કે જોઈએ તો 30 લાખ કરતાં વધારે લોકો એવા છે કે જેમણે રસીનો પ્રથમ અને બીજો ડોઝ જ નથી લીધો. કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલી કોવેક્સિન અને કોવિશિલ્ડ રસીની સમય અવધિ 9 માસ (Vaccine demand calculation) સુધીની છે ત્યારે ઉપલબ્ધ વેક્સિનનો જથ્થો એક્સપાયર ન થાય તે ધ્યાન રાખવામાં પણ હવે આરોગ્ય વિભાગ (Gujarat Demand Of Vaccine Dose 2022) વ્યસ્ત બન્યું છે. કેમ કે રસીકરણ અંગેની જાગૃતિ લાવવા છતાં પણ લોકો રસી નથી લેવા આવતાં ત્યારે સરકાર માટે ઉપલબ્ધ રસીની સમય અવધિ પૂરી ન થઈ જાય તે જરૂરી બની ગયું છે.

રાજ્ય સરકાર પાસે બફર સ્ટોક છે પણ આગામી સમયમાં વધુ ડોઝ જોઇશે

આ પણ વાંચોઃ Corona vaccination for children: બાળકોને નવો કોરોનાનો મ્યુટેન્ટ અસર નહીં કરે તેવુ માનવું તે ભ્રમ : ડૉ.પ્રવીણ ગર્ગ

10 જાન્યુઆરીથી બુસ્ટર ડોઝ શરૂ

કેન્દ્ર સરકાર દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને (Vaccine demand calculation) તેમજ ફ્રંટ લાઈન વોરિયર્સ માટે બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરાઈ છે ત્યારે કોવેક્સિન રસી અપાશે કે કોવિશિલ્ડ રસી અપાશે તે હજુ સુધી નક્કી થઈ શક્યું નથી ત્યારે ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા નક્કી કરશે તે પ્રમાણે કઈ રસી (vaccine dose 2022) આપવી તે નક્કી કરશે.

વિસ્તાર પ્રમાણે વેક્સિન અંગેના સ્ટોકની વિગત

વિસ્તાર કોવિશિલ્ડ કોવેક્સિન કુલ
અમદાવાદ 20110 14440 34550
અમદાવાદ કોર્પોરેશન 493300 49260 542660
અમરેલી 9900 5040 14,940
આણંદ 30,660 2350 33010
અરવલ્લી 20,140 31950 52090
બનાસકાંઠા 63950 9465 73415
ભરૂચ 58160 10030 68190
ભાવનગર 113740 6670 120410
ભાવનગર કોર્પોરેશન 22250 2500 24750
બોટાદ 28550 5360 33910
છોટાઉદેપુર 19790 9160 26950
દાહોદ 9200 1160 10,360
ડાંગ 16190 00 16190
દેવભૂમિ દ્વારકા 25610 5750 31360
ગાંધીનગર 24080 5435 29515
ગાંધીનગર કોર્પોરેશન 2509 10100 35190
ગીર સોમનાથ 57770 15630 73400
જામનગર 25560 6055 31,615
જામનગર કોર્પોરેશન 39290 4470 43760
જૂનાગઢ 17,290 3860 21150
જૂનાગઢ કોર્પોરેશન 12,860- 1320 14180
ખેડા 32040 4340 36280
કચ્છ 68210 10,790 9700
મહીસાગર 38510 31590 70070
મહેસાણા 53330 10880 64,210
મોરબી 46800 5610 52,410
નર્મદા 6330 10070 16400
નવસારી 23,870 21,685 45555
પંચમહાલ 53070 9990 63060
પાટણ 21,620 9310 30930
પોરબંદર 26,710 26,710 6260
રાજકોટ 99380 6240 105620
રાજકોટ કોર્પોરેશન 89220 6480 95700
સાબરકાંઠા 39500 1660 41160
સુરત 127410 26355 153765
સુરત કોર્પોરેશન 250910 41500 292410
સુરેન્દ્રનગર 9310 2620 11930
તાપી 26180 8615 34794
વડોદરા 22610 4020 26630
વડોદરા કોર્પોરેશન 29920 14955 44875
વલસાડ 59060 2370 61430
કુલ 22,57,480 4,33,215 26,90,695



7 તારીખે બાળકો માટે ખાસ ડ્રાઇવ

રસીનો સ્ટોક તો પૂરતો ઉપલબ્ધ છે પરંતુ લોકોમાં જાગૃતિનો અભાવ છે ત્યારે રાજ્યના તમામ નાગરિકોને રસીના બંને ડોઝ (vaccine dose 2022) મળી રહે તે માટે (Gujarat Demand Of Vaccine Dose 2022) સરકારના વિવિધ અભિયાન પણ ઓછા પડી રહ્યાં હોય તેમ લાગે છે. કેમ કે લોકોમાં રસીની જાગૃતિ હજુ સુધી આવી નથી અને એટલે જ લાખો લોકો હજુ પણ રસી લઈ રહ્યાં નથી. જ્યારે 3 જાન્યુઆરીથી કેન્દ્ર સરકારની જાહેરાત પ્રમાણે (Children Vaccination 2022) 15 વર્ષથી 18 વર્ષના બાળકોનું રસીકરણ કરવામાં આવશે. ત્યારે 7 જાન્યુઆરીના દિવસે (Vaccine demand calculation) રાજ્ય સરકાર દ્વારા 15 થી 18 વર્ષના બાળકોને વધુમાં વધુ રસીકરણ થાય તે બાબતે ખાસ ડ્રાઇવનું આયોજન પણ રાજ્ય સરકારે કર્યું છે.

આ પણ વાંચોઃ Children Vaccination 2022: અમદાવાદ મહાનગરપાલિકા 3 લાખ બાળકોનું રસીકરણ કરશે

ABOUT THE AUTHOR

...view details